શ્રીલંકા
શ્રીલંકામાં અત્યંત ખરાબ આર્થિક સ્થિતિને કારણે ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. સોમવારે વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ વિપક્ષના દબાણમાં રાજીનામું આપ્યું હતું. જે બાદ દરેક જગ્યાએ હિંસક ઘટનાઓ બની રહી છે. રાજપક્ષે પરિવારના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે રસ્તાઓ પર લોહિયાળ અથડામણ થઈ રહી છે. સરકાર વિરોધી હિંસામાં અત્યાર સુધીમાં સાંસદ સહિત ૫ લોકોના મોત થયા છે. પોલીસે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને તેમના પરિવારને સમર્થન આપ્યું છે. જે બાદ સ્થિતિ વણસી ગઈ હતી. સેના બોલાવવી પડી. સામાન્ય લોકોએ શાસક પક્ષના સાંસદો અને મંત્રીઓ ઉપરાંત અન્ય નેતાઓ પર પ્રહારો શરૂ કર્યા હતા. ભીડથી બચવા માટે એક સાંસદે કથિત રીતે આત્મહત્યા કરી હતી, જ્યારે બે મંત્રીઓના ઘરોને સળગાવી દેવામાં આવ્યા હતા. શાસક પક્ષના સાંસદ અમરકીર્થી અથુકોરાલાએ સોમવારે પહેલા સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો અને પછી પોતાને ગોળી મારી દીધી. આ અકસ્માત કોલંબોની બહારના વિસ્તારમાં થયો હતો. પોલીસે જણાવ્યું કે અમરકીર્થીએ બે લોકો પર ગોળીબાર કર્યો જેઓ નિત્તમ્બુઆમાં તેની કાર રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગોળી વાગતાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ પછી, લોકોના ગુસ્સાથી બચવા માટે, સાંસદે નજીકની બિલ્ડીંગમાં સંતાવાનો પ્રયાસ કર્યો. પરંતુ રોષે ભરાયેલા લોકોએ સમગ્ર બિલ્ડિંગને ઘેરી લીધું હતું. લોકોને ઘેરાયેલા જાેઈને સાંસદે પોતાને ગોળી મારી દીધી, જેના કારણે તેમનું મોત થઈ ગયું. અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે સરકાર તરફી વિરોધીઓએ ગાલે ફેસમાં વિરોધ કરી રહેલા લોકોના તંબુઓ ઉખેડી નાખવાનું શરૂ કર્યું. સરકાર સમર્થકોએ વિરોધીઓ પર હુમલો કર્યા બાદ હિંસા શરૂ થઈ હતી. કોલંબોમાં આ અથડામણ દરમિયાન ૧૩૮ લોકો ઘાયલ થયા હતા. તેને કોલંબો નેશનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે મોટા શહેરોમાં સેના તૈનાત કરી શકે છે. શ્રીલંકા ૧૯૪૮માં તેની આઝાદી બાદ સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને, બાંગ્લાદેશે કરન્સી સ્વેપ દ્વારા આપવામાં આવેલા ઇં ૨૦૦ મિલિયનની ચુકવણીની અવધિ એક વર્ષ સુધી લંબાવી છે. શ્રીલંકાએ ૩ મહિનામાં લોન ચૂકવવાની હતી, પરંતુ તે પછી શ્રીલંકા ગંભીર આર્થિક સંકટમાં ફસાઈ ગયું. આ પછી બાંગ્લાદેશે લોનની ચુકવણીની મુદત લંબાવી છે. શ્રીલંકામાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઇન નંબર ૯૪-૭૭૩૭૨૭૮૩૨ અને ઇમેઇલ ૈંડ્ઢ ર્ષ્ઠહજ.ર્ષ્ઠર્ઙ્મદ્બર્હ્વજ્રદ્બીટ્ઠ.ર્ખ્તદૃ.ૈહ જાહેર કરવામાં આવ્યો છે.
