કરાંચી
૫૦ વર્ષની શાજિાયાએ ૨૦ વર્ષના ફારુખ સાથે લગ્ન કર્યા છે. ફારુખ, શાજિયાના ઘરમાં નોકર હતો. કપલની લવ સ્ટોરીનો વીડિયો યુટયુબ પર વાયરલ થઈ રહ્યો છે. કપલે કહ્યું કે જ્યારે પ્રેમ થાય છે તો ઉંમર વચ્ચે આવતી નથી. આ બને સરગોધા(પાકિસ્તાન)ના રહેવાસી છે. યુટયુબર સૈયદ બાસિત અલીએ કપલ સાથે તાજેતરમાં જ વાત કરી છે. શાજિયાએ જણાવ્યું કે તે એકલી રહેતી હતી. આ કારણે તેણે ફારુખને ઘરમાં નોકર તરીકે રાખ્યો હતો. તેણે કહ્યું કે ફારુખ ખૂબ સારુ કામ કરતો હતો. જમવાનું પણ સારુ બનાવતો હતો અને મારું ધ્યાન રાખતો હતો. શાજિયાએ વીડિયોમાં જણાવ્યું કે તેણે ફારુખને પ્રપોઝ કર્યુ હતું. ફારુખની આગળ પાછળ કોઈ જ નહોતું અને તે પણ એકલી જ હતી. એવામાં બંનેએ લગ્નનો ર્નિણય કર્યો હતો. ફારુખે જણાવ્યું કે જ્યારે તેણે શાજિયાના ઘરમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી ક્યારેય તેણે તેને નોકર ગણયો જ નથી. તેને ઘરનો સભ્ય જ માન્યો છે. ફારુખે કહ્યું કે પ્રથમ વખત જ્યારે તેણે ભીડાનું શાક બનાવ્યું હતું તો તેના ખૂબ જ વખાણ થયા હતા. ફારુખે કહ્યું કે ભલે પ્રપોઝ તેમણે કર્યું હોય પરંતુ તે પણ શાજિયાને ખૂબ જ પ્રેમ કરતા હતા. શાજિયાએ વીડિયોમાં જણાવ્યું કે જ્યારે તેમણે સંબંધીઓને લગ્નનાના ર્નિણય વિશે કહ્યું તો તેઓ નારાજ થઈ ગયા હતા. ખાસ કરીને ઉંમરમાં અંતરને લઈને. શાજિયાએ વીડિયોમાં કહ્યું કે જ્યારે તે એકલી હતી ત્યારે તો તેના મનમાં કોઈને લઈને ખ્યાલ આવ્યો નહોતો. તેને પગલે તેને સંબંધીઓની વાતોથી કોઈ જ ફરક ન પડ્યો. ફારુખે કહ્યું પ્રેમમાં ઉંમ જાેવામાં આવતી નથી, બસ એ જાેવામાં આવે છે કે સામેવાળો વ્યક્તિ તમને કેટલો પ્રેમ કરી રહ્યો છે. ફારુખે વીડિયોમાં કહ્યું કે તે શાજિયા માટે કઈ પણ કરી શકે છે, જીવ પણ આપી શકે છે. ફારુખે જણાવ્યું કે શાજિયાએ તેમને શેર સંભળાવીન પ્રપોઝ કર્યું હતું.


