National

અફઘાનિસ્તાનના કુનારમાં લગ્ન સમારંભમાં બે સ્થાનિક ગાયકોની તાલિબાને ધરપકડ કરી

અફઘાનિસ્તાન
તાલિબાને કુનાર પ્રાંતમાં લગ્ન સમારંભમાંથી બે સ્થાનિક ગાયકોની ધરપકડ કરી અને તેમના ગળામાં સંગીતનાં વાદ્ય લટકાવીને સજા કરી.” તાલિબાન લડવૈયાઓ હથિયારો સાથે જાેઈ શકાય છે. સાથે જ યુવાનોના ગળામાં તબલા અને હાર્મોનિયમ લટકતા જાેવા મળ્યા હતા. આ દરમિયાન બંને યુવકોના હાથ પાછળની તરફ છે. જાન્યુઆરીના મધ્યમાં, આવી જ એક ઘટનામાં, તાલિબાને અફઘાનિસ્તાનના પક્તિયા પ્રાંતમાં એક સંગીતકારની સામે સંગીતનાં વાદ્યને સળગાવી નાખ્યું હતું. અફઘાનિસ્તાનના એક પત્રકાર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં સંગીતકાર તેના સંગીતનાં સાધનોને સળગતા જાેઈને રડતો જાેવા મળ્યો હતો. અફઘાનિસ્તાનના વરિષ્ઠ પત્રકાર અબ્દુલહક ઓમેરી દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક વાયરલ વીડિયોમાં બંદૂક ધારક એક વ્યક્તિ સંગીતકાર પર હસતો જાેવા મળે છે જ્યારે અન્ય તેની દયનીય સ્થિતિનો વીડિયો બનાવી રહ્યો હતા. આ વખતે, ઓમેરીએ તાજેતરની ઘટનાનો વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે અને જણાવ્યું છે કે સંગીતકારો સાથે કેવું વર્તન કરવામાં આવ્યું છે. તાલિબાને લગ્નોમાં લાઇવ મ્યુઝિક પર પ્રતિબંધ મૂક્યો છે અને પુરુષો અને સ્ત્રીઓને અલગ-અલગ હૉલમાં ઉજવણી કરવાનું કહ્યું છે. તાલિબાનના ‘પ્રમોશન ઑફ વર્ચ્યુ એન્ડ વાઇસ ઑફ પ્રિવેન્શન’ મંત્રાલયે ધાર્મિક માર્ગદર્શિકા પણ જાહેર કરી, અફઘાન ટીવી ચેનલોને નાટકો અને ટીવી સિરિયલોમાં મહિલાઓને બતાવવાનું બંધ કરવા કહ્યું છે. ડોન ન્યૂઝના અહેવાલ મુજબ, જાે કે, તાલિબાને કહ્યું હતું કે આ નવી માર્ગદર્શિકા લાગુ કરી શકાતી નથી. પરંતુ તાલિબાનના ઈતિહાસને જાેતા એવો ડર જરૂર હતો કે તેઓ દેશમાં શરિયા કાયદો લાગુ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તાલિબાનના પાછા ફર્યા બાદ અફઘાનિસ્તાનમાં મહિલાઓની હાલત દયનીય બની ગઈ છે.અફઘાનિસ્તાનમાં, લોકો સામે તાલિબાન અન્યાયપૂર્ણ કાર્યવાહી કરી રહ્યાં છે. કુનાર પ્રાંતમાં લગ્ન સમારંભમાંથી બે સ્થાનિક ગાયકોની તાલિબાને ધરપકડ કરી હતી. આ પછી, તેમને સજાના ભાગરૂપે, ગળામાં સંગીત વાદ્ય લટકાવવામાં આવ્યાં અને રસ્તા ઉપર ફેરવવામાં આવ્યા હતા. અગાઉની તાલિબાન સરકારમાં ગીતો વગાડવા પર પ્રતિબંધ હતો. પરંતુ ગયા વર્ષે ફરી સત્તા પર પાછા ફર્યા બાદ તાલિબાને કહ્યું હતું કે તેઓ પહેલા કરતા બદલાઈ ચૂક્યા છે અને સંગીત વગેરે પર કોઈ નિયંત્રણો નહીં હોય. જાેકે, આ કિસ્સાએ ફરી એકવાર તાલિબાનનું અસલી સ્વરૂપ દુનિયા સમક્ષ ઉજાગર કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *