National

અમેરિકા ભારતને રશિયાથી દુર રાખવા મહત્વ આપે છે ઃ પાક.ના પૂર્વ રાજદ્વારી

ઇસ્લામાબાદ
જર્મનીમાં ચાલી રહેલ જી ૭ શિખર સંમેલનમાં સભ્ય દેશ ઉપરાંત મહેમાન તરીકે ભારતને પણ આમંત્રિત કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારથી જર્મનીના પ્રવાસ પર છે અને તેમણે આ દરમિયાન જી ૭ દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતની જે તસવીરો સોશલ મીડિયા પર વાયરલ છે લોકો તેને લઉ ખુબ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.જી ૭ દેશોની બેઠકમાં ભારતને બોલાવવાને લઇ પાકિસ્તાન તરફથી પણ પ્રતિક્રિયા આવી છે.
પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારી અને ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયુકત રહેલ અબ્દુલ બાસિતે જી ૭ની બેઠકમાં ભારતને બોલાવવા પાછળના કારણોનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમેરિકા અને સભ્ય દેશ ભારતને રશિયાથી દુર કરવા ઇચ્છે છે.આથી તેને ગ્રુપમાં મહત્વ આપવામાં આવી રહ્યું છે.
બાસિતે કહ્યું કે બની શકે છે કે આવનારા દિવસોમાં ભારતને જી ૭નું સભ્ય બનાવવામાં આવે પોતાની યુટયુબ ચેનલ પર જારી એક વીડિયોમાં બાસિતે કહ્યું કે અમારા દ્‌ષ્ટિકોણથી રસપ્રદ વાત એ છે કે સંમેલનમાં ભારતના વડાપ્રધાનને પણ બોલાવવામાં આવ્યા છે.તેમાં કોઇ શક નથી કે ભારત એક ઉભરતી અર્થવ્યવસ્થા છે.તેમણે કહ્યુંકે અમેરિકાનું નેતૃત્વમાં જી ૭ના દેશ રશિયા પર દબાણ નાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે તે તાકિદે યુધ્ધ ખતમ કરી દે પરંતુ તે હજુ સુધી રશિયાને પુરી રીતે દબાણમાં લાવવામાં સફળ રહ્યાં નથી બાસિતે કહ્યું કે હવે આ દેશ કોઇ પણ રીતે રશિયાના નજીકના દોસ્ત ભારતને પોતાના પાલામાં કરવા ઇચ્છે છે.
તેમણે કહ્યું કે શકય છે કે ભારત જી ૭નું સ્થાયી સભ્ય પણ બની શકે છે કારણ કે ન તો રશિયા અને ન તો ચીન આ ગ્રુપનો હિસ્સો છે બીજી તરફ આપણે જાેઇએ છીએ કે ભારત એશિયા પેસિફિકમાં કવાડનો હિસ્સો છે અને પશ્ચિમ એશિયામાં એક બીજા કવાડ (આઇટુયુટુ)નો પણ હિસ્સો છે. જેમાં અમેરિકા છે ઇઝરાયેલ યુએઇ અને ભારત છે તો શકય છે કે ભારત જી ૭નું સભ્ય બની જાય.
રશિયા યુક્રેન પર ભારતની નિષ્પક્ષ નીતિનો ઉલ્લેખ કરતા બાસિતે કહ્યું કે ભારતે બંન્ને પક્ષોથી પોતાના સંબંધ બરાબર રાખ્યા છે રશિયાથી તે તેલ પણ ખરીદી રહ્યુું છે અને તેના પર પ્રતિબંધ પણ લાગી રહ્યો નથી તો એ શકય છે કે કોઇ સમયે અમેરિકા કે બીજા સભ્ય દેશ ભારતને એ વાત માટે મનાવશે કે રશિયાની સાથે તમારા જે પણ આર્થિક અને રક્ષા સંબંધ છે તેને ધીરે ધીરે ખતમ કરવામાં આવે અને તમે જી ૭નો હિસ્સો બની જાવ આ ખુબ શકય છે જી ૭ના દેશ ભારતને રશિયાથી દુર કરવા ઇચ્છે છે આથી ભારતને આ લાભ આપી શકાય છે આ અમારા માટે જરૂર ચિંતાની વાત તો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *