National

અયોધ્યાને વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનાવવાની દિશામાં કદમ

અયોધ્યા
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એકલા તેમના મંત્રાલયમાંથી ૨૦ હજાર કરોડના પ્રોજેક્ટ્‌સ માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તાજેતરમાં ૮૪ કોસી પરિક્રમા માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જાે મળ્યો છે. એટલું જ નહીં ચાર હજાર કરોડના ખર્ચે ૨૭૫ કિમીના હાઈવે બનાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત દસ હજાર કરોડના ખર્ચે અયોધ્યા થઈને ગોરખપુર-લખનૌ નેશનલ હાઈવેને સિક્સ લેન કરવાના પ્રોજેક્ટને પણ લીલી ઝંડી મળી ગઈ છે. આ ઉપરાંત છ હજાર કરોડના ખર્ચે લગભગ ૭૦ કિમીનો રિંગ રોડ જેને હવે બાયપાસ રોડ નામ આપવામાં આવ્યું છે તેને પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી ગડકરી ૬ જાન્યુઆરીએ તેનો શિલાન્યાસ કરશે. ૭૦ કિલોમીટરનો રિંગ રોડ અયોધ્યા, બસ્તી અને ગોંડાના ત્રણ જિલ્લાઓમાંથી પસાર થશે. તેનો ડીપીઆર અમદાવાદ સ્થિત કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સંપાદિત જમીનના વળતરનો સમાવેશ થાય છે. સાંસદ લલ્લુ સિંહના જણાવ્યા અનુસાર ચાર રેલવે ઓવરબ્રિજ, સરયૂ નદી પર બે પુલ અને પાંચ મુખ્ય રસ્તાઓ બનાવવાના છે. આ બાયપાસથી કનેક્ટિવિટી પહેલા કરતા વધુ સારી રહેશે. ધાર્મિક પ્રવાસની સાથે સાથે વેપારીઓને પણ ફાયદો થશે. અયોધ્યામાં લગભગ ચાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે ૨૭૫ કિલોમીટર લાંબો ૮૪ કોસી પરિક્રમા માર્ગ બનાવવામાં આવશે, જેના માટે ઁઉડ્ઢની દ્ગૐ વિંગે સર્વે પૂર્ણ કરી લીધો છે. આ માર્ગ દ્વારા અયોધ્યાના પૌરાણિક મહત્વના ૫૧ તીર્થસ્થળોને જાેડવામાં આવશે. હાલમાં અયોધ્યા, આંબેડકર નગર, ગોંડા, બારાબંકી અને બસ્તીમાંથી પસાર થતો આ પરિક્રમા રૂટ લગભગ ૨૩૩ કિલોમીટર લાંબો છે. આ માટે ૪૫ મીટર જમીન પહોળાઈમાં લેવામાં આવશે. લગભગ ચાર હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ માટે જમીન લેવાનું કામ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થવાનું છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા બનાવવામાં આવનાર પરિક્રમા માર્ગ ૨૭૫ કિલોમીટર લાંબો હશે.

Ayodhya-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *