National

આચારસંહિતાનું ઉલ્લંઘન બદલ ઈમરાન ખાનને ચુંટણી પંચે ૫૦ હજારનો દંડ ફટકાર્યો

પાકિસ્તાન
પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધુ ચર્ચિત થઈ રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને કોઈપણ પરવાનગી વગર જાહેરસભા યોજવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચએ ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનમાં જાહેર સભાને સંબોધિત કરવા બદલ વડાપ્રધાન ઈમરાન ખાન અને અન્ય પાંચ લોકોને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઈમરાનની ખુરશી પર સંકટ છે કારણ કે તેઓ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનના ચૂંટણી પંચના પ્રવક્તા હારૂન શિનવારી મુજબ સ્વાતના જિલ્લા સર્વેલન્સ ઓફિસરે વડાપ્રધાનની સાથે સાથે કેટલાક સંઘીય અને પ્રાંતીય મંત્રીઓ દ્વારા ૧૬ માર્ચે સ્વાત ઘાટીમાં એક સાર્વજનિક સભામાં પંચ દ્વારા ચેતવણી છતાં જનસભા કરવા પર દંડ લગાવ્યો. જે અન્ય લોકો પર દંડ લગાવવામાં આવ્યો છે તેમાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી, ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી મહેમૂદ ખાન, મુરાદ સઈદ, સ્દ્ગછમાં સંચાર અને પ્રદેશોના પ્રાંતીય મંત્રી ડૉ. અમજદ અલી અને મોહિબુલ્લાહ સામેલ ર્છ ચૂંટણી પંચની આવું ના કરવાની નોટિસ છતાં વડાપ્રધાન ઈમરાન ખાને રેલીને સંબોધિત કરી હતી. સરકારે ૨૦૧૭ના ચૂંટણી અધિનિયમમાં સંશોધન કરી ગયા મહિને એક વિવાદાસ્પદ રાષ્ટ્રપતિ વટહુકમ દ્વારા જાહેર હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના પ્રચાર અને મતવિસ્તારની મુલાકાત લેવા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો. ઈમરાન ખાન સરકારે પહેલા જ ઈસીપી નોટિસને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. તેની વચ્ચે માનસેહરામાં ઈસીપીના જિલ્લા સર્વેલન્સ અધિકારીએ સોમવારે વડાપ્રધાન ઈમરાન ખાનને નોટિસ મોકલીને ૨૫ માર્ચે માનસેહરામાં એક જનસભાને સંબોધિત ના કરવા માટે કહ્યું હતું. સ્વાત સિવાય વડાપ્રધાને આચારસંહિતાનું ઉલ્લંઘન કરતા મલકંદમાં પણ એક જનસભાને સંબોધિત કરી હતી. ઓગસ્ટ ૨૦૧૮માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન ઈમરાન ખાનની સામે અત્યાર સુધીનો આ સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. વિપક્ષે ઈમરાન ખાનને દેશની અર્થવ્યવસ્થામાં સુધારો કરવામાં તેમની કથિત નિષ્ફળતાને લઈ પદ છોડવાની માંગ કરી છે. પાકિસ્તાનના મુખ્ય વિપક્ષી દળોએ આ મહિનાની શરૂઆતમાં ઈમરાન ખાન માટે અવિશ્વાસ મત શરૂ કર્યો હતો. નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કેસરે થોડા દિવસ પહેલા એક વિશેષ સત્ર બોલાવી આ વિચાર-વિમર્શ કર્યો કે શું ઈમરાન ખાનની પાસે હાલમાં પણ ગૃહમાં બહુમતનું સમર્થન છે. બંધારણ હેઠળ સંસદની પાસે વિચાર-વિમર્શ કરવા માટે ૩ દિવસનો સમય હોય છે, ત્યારબાદ સાંસદ કરશે.

PM-Pakistan-Imran-Khan-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *