National

આઝાદી માર્ચમાં ઈમરાન ખાન પર હુમલો, ફાયરિંગ કરનારા શખ્સે શું કહ્યું તે ખાસ જાણો

ઇસ્લામાબાદ
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર હુમલો કરનારા વ્યક્તિના કબૂલાતનામાવાળો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિનું નામ ફૈઝલ ભટ્ટ છે. જાેવામાં ફૈઝલ ભટ્ટ સામાન્ય નાગરિક જેવો લાગે છે. તેનું કહેવું છે કે તેણે ઈમરાન ખાન પર એટલા માટે હુમલો કર્યો કારણ કે પીટીઆઈ આઝાદી માર્ચ દરમિયાન મોટા અવાજે ગીતો વગાડી રહ્યા હતા અને તેનાથી અજાનમાં ખલેલ પડતી હતી. અત્રે જણાવવાનું કે ગુરુવાર એટલે કે ૩ નવેમ્બરના રોજ પાકિસ્તાનના ગુજરાંવાલાના અલ્લાહવાલા ચોક પર પીટીઆઈના ચેરમેન ઈમરાન ખાન પર હુમલો થયો હતો. ઈમરાન ખાનની આઝાદી માર્ચનો કાફલો ઈસ્લામાબાદ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે આ હુમલો થયો હતો. ત્યારે ફૈઝલ ભટ્ટે ઈમરાન ખાન પર ફાયરિંગ કર્યું હતું. જાે કે ત્યાં હાજર એક વ્યક્તિએ તેને પકડી લીધો. જાે કે ત્યાં સુધીમાં તો તે ફાયરિંગ કરી ચૂક્યો હતો. પાકિસ્તાની મીડિયા મુજબ આ હુમલામાં ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી. ત્યારબાદ તેના સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો. ઈમરાન ખાન પર હુમલો કરનારા વ્યક્તિએ પોતાના કબૂલાતનામામાં જે કહ્યું તે જાણીને વિચિત્ર લાગે. તેણે કહ્યું કે એકબાજુ અજાન થઈ રહી હતી અને બીજી બાજુ આ લોકો ડેક (ઓડિયો સિસ્ટમ) લગાવીને શોર કરી રહ્યા હતા. આ ચીજ મારા અંતરાત્માને ગમી નહીં. પછી ર્નિણય કર્યો કે હવે હું તેમને નહીં છોડું. આ ઉપરાંત ફૈઝલ ભટ્ટે એમ પણ કહ્યું કે ઈમરાન ખાન લોકોને ગુમરાહ કરી રહ્યા હતા અને મારાથી આ જાેઈ શકાયું નહીં અને મે તેમને મારવાની કોશિશ કરી. જાે કે ફૈઝલનું આ નિવેદન પાકિસ્તાનની કોર્ટમાં કેટલું વ્યાજબી ઠરે છે તે જણાવવું હાલ તો મુશ્કેલ છે. પરંતુ જાે કોઈ વ્યક્તિએ ફક્ત એ વાતને લઈને ઈમરાન ખાન પર હુમલો કર્યો હોય કે તેમની રેલીમાં શોરથી અજાનમાં ખલેલ પડી રહી હતી તો તેનાથી જાણી શકાય કે પાકિસ્તાનમાં ધાર્મિક કટ્ટરતા કયા લેવલ પર પહોંચી ચૂકી છે. બીજાે મુદ્દો એ પણ હોઈ શકે કે બની શકે કે આ નિવેદન સુનિયોજિત હોય અને અસલ હુમલાખોરને બચાવવા અને આ મામલાની તપાસને બીજે વાળવા માટે હુમલાખોર પાસે આ નિવેદન અપાવવામાં આવ્યું હોય. જેથી કરીને અસલ ગુનેહગાર સામે આવી શકે નહીં.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *