શ્રીનગર
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફતીએ કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે.પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફતીએ કહ્યું કે આ દેશને જવાહરલાલ નહેરૂ,ઇન્દિરા ગાંધી,રાજીવ ગાંધી જેવા નેતાઓએ ખુન પસીનાથી બનાવ્યો હતો જેનો આધાર લોકતંત્ર અને ધર્મનિરપેક્ષતા હતો.ભાજપ તેની વિપરીત ચાલી રહી છે.મેં મારા જીવનમાં આનાથી ભ્રષ્ટ્ર સરકાર જાેઇ નથી જે રીતે ભાજપે મધ્યપ્રદેશ,રાજસ્થાન,ગોવા કે મહારાષ્ટ્રમાં ધારાસભ્યોની ખરીદ વેચાણ કરી છે ભ્રષ્ટ્રાચારનું તેનાથી મોટું ઉદાહરણ ઇતિહાસમાં નથી
પીડીપી અધ્યક્ષે જમ્મુ કાશ્મીરના મુદ્દા પર વાત કરતા કહ્યું કે અમારી નોકરીઓ વેચાઇ રહી છે અમારી જમીનને પ્રાથમિકતા આપવામાં આવે છે અને પહેલા સુરક્ષા દળોને આપી દેવામાં આવે છે જમ્મુ એકસ કાશ્મીર એમ્સ સહિત તમામ નાના મોટા કોન્ટ્રાકટ બહારી લોકોને આપવામાં આવી રહ્યાં છે. જમ્મુ કાશ્મીરના લોકોને શક્તિહીન કરવાના તમામ યુક્તિઓ અપનાવવામાં આવી રહી છે મદરેસામાં ઓછા પૈસા પર આધુનિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે નહીં કે તે હથિયારોની તાલીમ આપે છે સરકારી જમીન પર સ્કુલ પણ કેમ બંધ કરાવવામાં આવી રહ્યાં છે શિક્ષક લાચાર જ જઇ જશે અને આ અમારા બાળકોનો અભ્યાસ છીનવા ઇચ્છે છે.
જયારે આતંકવાદ પર બોલતા પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે શોપિયામાં એક સુમોમાં વિસ્ફોટ થયો અને તેમણે ડ્રાઇવર શૌકત અહમદ શેખની ધરપકડ કરી અને તેને હિરાસતમાં અને ૧૦ દિવસો બાદ તેઓ કહે છે કે તે કુપવાડામાં એક અથડામણમાં માર્યો ગયો હતો પરંતુ તે હિરાસતથી ત્યાં કેવી રીતે પહોંચ્યો.મહેબુબા મુુફતીએ કહ્યું કે હું યુવાનો અને તેમના વાલીઓને વિનંતી કરૂ છું કે યુવાનોને બંદુક ઉઠાવતા રોકે તે તમને મારી પૈસા કમાય છે આથી હું બંદુક ઉઠાવવાનું બંધ કરાવવાની વિનંતી કરૂ છું આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે હું મૌલવીઓને વિનંતી કરૂ છું કે પંડિતોને આપણા સંસાધન જાહેર કરે આથી તેમના પર અનેક હુમલા થવા જાેઇએ નહીં


