National

ઈમરાન ખાનને ડર સતાવી રહ્યો છે કે શું? આ ચાર લોકો તેમની હત્યા કરવા ઈચ્છે છે?

ઇસ્લામાબાદ
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને એકવાર ફરીથી પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઈશનિંદાનો આરોપ લગાવીને તેમને મોત નિપજાવવામાં આવી શકે છે. આ માટે ૪ લોકો ષડયંત્ર રચી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે જાે તેમની સાથે કઈ અનહોની થઈ તો આ ષડયંત્રકારોના નામ દેશની સામે રજૂ કરાશે. તહરીક એ ઈન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાન શુક્રવારે પંજાબના મિયાંવાલી વિસ્તારમાં એક જનસભાને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું કે ૪ લોકો તેમના પર ઈશનિંદાનો આરોપ લગાવીને તેમની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે ચેતવણી આપી કે જાે તેમની સાથે કઈ પણ અનહોની થઈ તો આ ષડયંત્રકારોના નામ દેશની સામે રજૂ કરાશે. ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ (ઁસ્ન્-દ્ગ) ના નેતા તેમના પર ધાર્મિક નફરત ભડકાવવા માટે ઈશનિંદા કરવાનો આરોપ લગાવી રહ્યા છે. ખાને આરોપ લગાવ્યો કે તેની (આરોપ) પાછળ શું ખેલ હતો. બંધ દરવાજા પાછળ બેઠેલા ૪ લોકોએ મને ઈશનિંદાના આરોપમાં ફસાવીને હત્યા કરવાનો ર્નિણય લીધો. તેમણે કહ્યું કે જાે તેમને કશું પણ થયું તો ષડયંત્રકારોના નામવાળો એક વીડિયો બહાર પાડવામાં આવશે. તેમણે કહ્યું કે ‘જાે હું મરી જાઉ તો તેઓ કહેશે કે ધાર્મિક કટ્ટરપંથીઓએ તેમને (ઈમરાન ખાન)ને મારી નાખ્યા કારણ કે તેમણે ઈશનિંદા કરી હતી.’ ઈમરાન ખાને ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે દેશ આ ષડયંત્રકારોને ક્યારેય માફ નહીં કરે. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાને તેમને જીવનું જાેખમ છે એવો દાવો આ કઈ પહેલીવાર નથી કર્યો.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *