National

કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિએ દેખો ત્યાં ઠાર કરવાનો આદેશ આપ્યો

ક્ઝારીસ્તાન
લગભગ ત્રણ દાયકા પહેલા આઝાદ થયા પછી કઝાકિસ્તાન હાલમાં સૌથી ખરાબ વિરોધનો સામનો કરી રહ્યું છે. આઝાદી પછી સમગ્ર દેશમાં એક પક્ષીય શાસન અને વાહન ઈંધણના ભાવ અંગે વ્યાપક અસંતોષના કારણે દેશમાં વિરોધની શરૂઆત થઈ હતી. વિરોધ હિંસક બન્યો, સરકારી ઇમારતોને આગ લગાડવામાં આવી અને એક ડઝનથી વધુ અધિકારીઓ માર્યા ગયા. હિંસક પ્રદર્શનોને લઈને રાષ્ટ્રપતિ કાસિમ-જાેમાર્ટ ટોકાયવે લઈને ઘણી વખત વિરોધીઓને શાંતિ માટે અપીલ કરી હતી. જ્યારે તેની કોઈ અસર ન થઈ, ત્યારે ઘણા કડક પગલાં લેવામાં આવ્યા. બે અઠવાડિયાની કટોકટીની સ્થિતિ પહેલેથી જ જાહેર કરવામાં આવી છે. નાઇટ કર્ફ્‌યુનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જાે કે, હજુ સુધી પ્રદર્શનકારીઓ સંપૂર્ણ રીતે કાબૂમાં નથી આવ્યા. ઇંધણમાં ભાવ વધારાના કારણે લોકોના વિરોધને પગલે વડાપ્રધાને રાજીનામું આપી દીધું. રાષ્ટ્રપતિ કાસિમ-જાેમાર્ટ ટોકાયવે અલીખાન સમૈલોવને કાર્યકારી વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે.ઇંધણના ભાવ વધ્યા બાદ તાજેતરના દિવસોમાં વિરોધને કારણે દેશમાં અભૂતપૂર્વ અશાંતિ પછી હવે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિએ શુક્રવારે જાહેરાત કરી કે દેશમાં બંધારણીય વ્યવસ્થા મુખ્યત્વે પુનઃસ્થાપિત કરી દેવામાં આવી છે. તેમના પ્રવક્તાએ રાષ્ટ્રપતિ કાસિમ-જાેમાર્ટ ટોકાયેવને ટાંકીને આ માહિતી આપી હતી. પરંતુ રાષ્ટ્રપતિએ પ્રદર્શનકારીઓને આતંકવાદી ગણાવ્યા અને દેખો ત્યાં ઠાર કરવાનો આદેશ આપ્યો છે. કઝાકિસ્તાનની વર્તમાન સરકાર દેશના મોટાભાગના ભાગોમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાનો દાવો કરી રહી છે. જાે કે હજુ પણ સ્થિતિ સંપૂર્ણ કાબુમાં નથી. પ્રમુખ કાસિમ-જાેમાર્ટ ટોકાયવે જણાવ્યું હતું કે ‘ઘણા દિવસોની અશાંતિ પછી, તેમણે ‘આતંકવાદીઓ’ને દેખો ત્યાં ઠાર કરવાનો આદેશ આપ્યો છે. આનો અર્થ એ છે કે રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે જે લોકો વિરોધ કરી રહ્યા છે તેઓ આતંકવાદી છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઈંધણના ભાવ વધારાને લઈને શરૂ થયેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં ૫૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાષ્ટ્રપતિને લાગે છે કે સ્થિતિ ખરાબથી વધુ ખરાબ થશે. તેઓએ કોઈ પણ ચેતવણી આપ્યા વિના ગોળી મારવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ ટોકાયેવના પ્રવક્તાએ કહ્યું કે ‘આતંક વિરોધી ઓપરેશન’ શરૂ થઈ ગયું છે. કાયદા અમલીકરણ એજન્સીઓ સખત મહેનત કરી રહી છે. બંધારણીય વ્યવસ્થા મુખ્યત્વે દેશના તમામ પ્રદેશોમાં પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સ્થાનિક સત્તાવાળાઓ પરિસ્થિતિને નિયંત્રિત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આતંકવાદીઓ હજુ પણ હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે અને લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમની સામે આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલુ રહેશે.

President-of-Kazakhastan-Kassym-Jomart.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *