ક્ઝારીસ્તાન
કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ ટોકાયેવે દેશભરમાં બે અઠવાડિયાની કટોકટીની સ્થિતિ જાહેર કરી છે, જે હેઠળ રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે અને ધાર્મિક પ્રાર્થનાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આનાથી કઝાકિસ્તાનમાં રહેતા ઓર્થોડોક્સ ખ્રિસ્તી વસ્તીને આંચકો લાગ્યો છે, કારણ કે તેઓ શુક્રવારે નાતાલની ઉજવણી કરે છે. એવું લાગે છે કે પ્રદર્શનકારીઓનો કોઈ નેતા કે માંગણી નથી. ઘણા પ્રદર્શનકારીઓએ ‘જૂના લોકો જાઓ’ના નારા લગાવ્યા હતા, જે દેખીતી રીતે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ નૂર સુલતાન નઝરબેયેવનો ઉલ્લેખ કરતા હતા. તેમણે ૨૦૧૯માં પદ પરથી રાજીનામું આપી દીધું હતું પરંતુ તેમનો પ્રભાવ હજુ પણ છે.તેલથી સમૃદ્ધ કઝાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ છે અને તોફાનીઓ પોલીસકર્મીઓનું ગળું કાપીને હત્યા કરી રહ્યા છે. જયારે પોલીસકર્મીઓ પણ પ્રદર્શનકારીઓ પર ગોળીઓ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૪૮ લોકોના મોત થયા છે. જેમાં ઓછામાં ઓછા ૧૮ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. દેશના સૌથી મોટા શહેર અને આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર અલ્માટીમાં હિંસક પ્રદર્શનો ચાલુ છે. રાષ્ટ્રપતિ કાસિમ-જાેમાર્ટ ટોકાયવે વિરોધીઓને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે જણાવવામાં આવી રહ્યું છે કે એક પોલીસકર્મીની હત્યા માથું કાપીને કરી દેવામાં આવી. દરમિયાન, કઝાકિસ્તાનમાં હિંસક પ્રદર્શનો દરમિયાન, સુરક્ષા દળોએ ડઝનેક વિરોધીઓને ગોળી મારીને ઠાર કરી દીધા હતા. જયારે આ હિંસામાં ૧૮ પોલીસકર્મીઓના પણ મોત થયા છે. પ્રદર્શનકારીઓએ સરકારી ઈમારતોમાં ઘૂસીને આગ ચાંપી દીધી હતી. દેખાવો બાદ સરકારે પણ રાજીનામું આપી દીધું છે. વહીવટીતંત્ર દ્વારા સખત પ્રતિક્રિયા છતાં, અલ્માટીમાં વિરોધીઓ ફરીથી રસ્તાઓ પર ઉતર્યા હતા. એક દિવસ પહેલા જ પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવન અને મેયર ઓફિસમાં ઘૂસી ગયા હતા. રશિયાની એક સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે શહેરમાં લગભગ ૨૦૦ લોકોના ટોળાએ પોલીસ કર્મચારીઓને ઘેરી લીધા હતા, જે પછી તેમને ગોળીબાર કરવો પડ્યો હતો. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં બે હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. સિટી કમાન્ડન્ટની ઓફિસને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે ૧૮ પોલીસ અધિકારીઓના મૃત્યુ ઉપરાંત ૩૫૩ કાયદા અમલીકરણ અધિકારીઓ ઘાયલ થયા હતા. ત્રણ દાયકા પહેલા સોવિયત યુનિયનથી આઝાદી મેળવ્યા બાદથી કઝાકિસ્તાન સૌથી ઉગ્ર વિરોધનો સામનો કરી રહ્યું છે. એલપીજી ઈંધણના ભાવમાં થયેલા ભારે વધારાને લઈને રવિવારે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ કઝાકિસ્તાનને હચમચાવી નાખ્યું છે. ૧૯૯૧માં સોવિયેત યુનિયનમાંથી આઝાદી મળી ત્યારથી દેશ પર એક જ પક્ષનું શાસન છે. અહીની સરકારે એલપીજીના ભાવમાં વધારો કર્યો હતો જેના વિરોધમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. રાષ્ટ્રપતિ કાસિમ-જાેમાર્ટ ટોકાયેવ વિરોધને ડામવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સરકારનું રાજીનામું સ્વીકારી લીધું છે અને અશાંતિને ડામવાનો સંકલ્પ કર્યો છે. તેણે અશાંતિ માટે આતંકવાદી જૂથને જવાબદાર ઠેરવ્યું છે. અલ્માટી અને અન્ય એક શહેરનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. રશિયાની આગેવાની હેઠળના ગઠબંધન ‘સામૂહિક સુરક્ષા સંધિ સંગઠન’ (સીએસટીઓ) એ ગુરુવારે જણાવ્યું હતું કે તે રાષ્ટ્રપતિ કાસિમ-જાેમાર્ટ ટોકાયેવની વિનંતી પર કઝાકિસ્તાનમાં શાંતિ રક્ષકો મોકલશે.