National

કર્ણાટકની મસ્જિદમાં ભીડે કરી પૂજા, જય શ્રી રામના નારા લગાવ્યા, ૯ સામે ફરિયાદ

બેંગલુરુ
કર્ણાટક પોલીસે ગુરુવારે સવારે રાજ્યના બીદર જિલ્લાની ૫૫૦ વર્ષ જૂની મસ્જિદમાં જબરદસ્તી ઘુસવાના આરોપમાં ૯ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મહમૂદ ગવાંની મસ્જિદ તથા મદરેસા એક પ્રાચીન ઈસ્લામી કોલેજ છે અને ભારતીય પુરાતત્વ વિભાગ અનુસાર રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે સૂચીબદ્ધ છે. બીદરના એડિશનલ એસપી મહેશ મેઘનાવરે જણાવ્યું છે કે, સૈયદ મુભાશીર અલી નામના શખ્સની ફરિયાદ પર માર્કેટ પોલીસ ચોકીમાં એએસઆઈ હેરીટેજ સ્ટ્રક્ચરમાં ઘુસવાના આરોપસર ૯ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, એક સ્થાનિક શખ્સના હવાલેથી લખ્યું છે કે, આ ઘટના ગુરુવારે રાતે લગભગ ૨ વાગ્યે બની હતી. તેમાં મદરેસાના તાળા તોડ્યા,સિંદૂર લગાવ્યા અને અમુક લોકોએ પૂજા પણ કરી. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મદરેસાની સીડીયો પર ઊભા રહીને પ્રદર્શન કરવા માટે જતી વખતે એક ખૂણામાં ‘જય શ્રી રામ’ અને ‘હિન્દુ ધર્મ જય’ના નારા લગાવતી ભીડ દેખાઈ રહી છે. કહેવાય છે કે, દશેરા જૂલૂસ કાઢી રહેલી ભીડમાંથી અમુક લોકો આ ઐતિહાસિક મદરેસામાં બળજબરીપૂર્વક ઘૂસીને પૂજા કરી હતી.
એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ વીડિયો ટિ્‌વટ પણ કર્યો છે. બીદરના એક અન્ય પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલામાં અત્યાર સુધીમાં ૪ લોકોની ધરપકડ થઈ ચુકી છે અને અન્ય સંદીગ્ધોની તપાસ થઈ રહી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મદરેસા મેનેજમેન્ટની ફરિયાદના આધાર પર ફરિયાદ નોંધાઈ છે. અમારી પાસે મળેલી સૂચનાના આધાર પર અમે ૯ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જાે અમને વધારે જાણકારી મળશે, તો હજૂ પણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરીશું.
આ બાજૂ આ ઘટનાને લઈને મુસ્લિમ સંગઠનોએ શુક્રવારે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરવાની વાત કહી છે. અહીં ઉલ્લેખનિય છે કે આજે જુમ્માની નમાજ પણ છે. ઓલ ઈંડિયા મજલિસે એ ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટનાને લઈને રાજ્યની સત્તાધારી ભાજપ પર પ્રહારો કર્યા હતા.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, મુસલમાનોને નીચે દેખાડવા માટે આવી ઘટનાનો વધી રહી છે. તેમણે લખ્યું કે, ઐતિહાસિક મહમૂદ ગવાં મસ્જિદ અને મદરેસા, બીદર, કર્ણાટકના દ્રશ્યો, ઉપદ્રવીઓએ ગેટના તાળા તોડ્યા, મસ્જિદને અપવિત્ર કરવાનો પ્રયાસ કર્યો, બીદર પોલીસ, મુખ્યમંત્રી બસવરાજ બોમ્મસઈ, આપ આવું કેવી રીતે થવા દઈ શકો છો ? ભાજપ ફક્ત મુસલમાનોને નીચે દેખાડવા માટે આવા પ્રકારની ગતિવિધિઓને પ્રોત્સાહન આપી રહી છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *