National

કોરોનાને કારણે પાકિસ્તાનમાં પેરાસિટામોલ દવા ગાયબ

પાકિસ્તાન
પાકિસ્તાનના મોટાભાગના શહેરોમાં પેરાસિટામોલ ઉપલબ્ધ નથી અને કથિત રીતે બ્લેકમાં વેચાઈ રહી છે. પાકિસ્તાન હાલમાં કોરોનાની પાંચમી લહેરનો સામનો કરી રહ્યું છે અને દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને ૧૦૦,૦૦૦ થઈ ગઈ છે. કોરોના દર્દીઓને પેરાસિટામોલ લેવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, કોરોના સંક્રમણ વધવાને કારણે, આ દવાનો વપરાશ પણ વધી ગયો છે. આ સાથે પેરાસિટામોલનો ઉપયોગ પેઈનકિલર તરીકે પણ થાય છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં દવાની અછત સર્જાઈ છે. પાકિસ્તાનની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી ના એક અધિકારીએ ઇનકિલર પેરાસિટામોલની અછત માટે ડેન્ગ્યુના કેસોની વધતી સંખ્યા અને વધતા કોરોના સંક્રમણને જવાબદાર ગણાવ્યું છે. ઓથોરિટીએ ૧૫ ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસે લાઇસન્સ હોવા છતાં પેરાસિટામોલનું ઉત્પાદન કરવામાં નિષ્ફળ રહેવા બદલ કારણ જણાવવા માટે નોટિસ પણ જારી કરી છે. જાે કે, તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસે કાચા માલની અછત છે, જેના કારણે તેઓ દવા બનાવવામાં અસમર્થ છે. હાલમાં, પાકિસ્તાનમાં કોરોનાનો રાષ્ટ્રીય પોઝિટિવીટી રેટ ૯.૬૫ ટકા છે અને છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૨ લોકોના મોત થયા છે. ઓમિક્રોન વેરિઅન્ટ પણ દેશમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે જે વચ્ચે દેશમાં ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ પ્રતિબંધો પણ ૩૧ જાન્યુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યા છે. બીજી તરફ, ડેન્ગ્યુના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે દેશમાં પેરાસિટામોલની ભારે અછત સર્જાઈ છે. નોંધપાત્ર રીતે, મોટાભાગના ડોકટરો પીડા અને તાવને દૂર કરવા માટે પેરાસિટામોલની ભલામણ કરે છે. ખાસ કરીને કોરોના રોગચાળા દરમિયાન તાવ ઘટાડવા માટે પેરાસિટામોલનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે.કોરોના અને ડેન્ગ્યુ સામે લડી રહેલા પાકિસ્તાનમાં પેરાસિટામોલનો દુકાળ પડ્યો છે. મોટાભાગના શહેરોમાંથી તાવ કે દુઃખાવા માટે વપરાતી આ દવા ગાયબ છે. દરમિયાન, પાકિસ્તાનની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીએ ૧૫ ફાર્માસ્યુટિકલ કંપનીઓને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે કે જેઓ પાસે લાઇસન્સ હોવા છતાં પેરાસિટામોલનું ઉત્પાદન નથી કરતી. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે અને ડેન્ગ્યુ પીડિતોની સંખ્યામાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં પેરાસીટામોલના અભાવે હોબાળો મચી ગયો છે.

Peracetamol.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *