ઇસ્લાબુરું
એક ટીવી પત્રકાર તેના પતિ સાથે હનીમૂન પર ગઈ હતી. પતિ-પત્ની બંને કોલંબિયાના બીચ પર એન્જાેય કરી રહ્યા હતા. ત્યારે જ આ ટીવી પત્રકારના પતિની હત્યા કરી દેવાઈ હતી. ખાસ વાત એ છે કે તેના થોડા સમય પહેલા જ તેણે પોતાની પ્રેગ્નન્સી વિશે જાણકારી આપી હતી. પત્ની ક્લાઉડિયા એગુઈલેરાની સામે જ તેના ૪૫ વર્ષીય પતિ માર્સેલો પેક્સીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પેરાગ્વેનું આ હાઈ પ્રોફાઈલ કપલ કોલંબિયાના કાર્ટાગેનાના ૈંજઙ્મટ્ઠ મ્ટ્ઠ્રિમાં વેકેશનનો આનંદ માણી રહ્યું હતું. જણાવી દઈએ કે પેક્સીની હત્યા ત્યારે કરવામાં આવી જ્યારે થોડા સમય પહેલા જ એગુઇલેરાએ પોતે ગર્ભવતી હોવાની વાત જાહેર કરી હતી. આ જાહેરાતના થોડા સમય બાદ ત તેના પતિની હત્યા કરી દેવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે એગ્યુલેરા ટેલિવિઝન નેટવર્ક યુનિકનલ માટે કામ કરે છે. જ્યારે પેક્સી એક ડ્રગ ઓફિસર હતો. એગુઇલેરાએ કોલમ્બિયન લૉ એન્ફોર્સમેન્ટ ઈન્વેસ્ટિગેટર્સને જણાવ્યું હતું કે બે શકમંદો ડેકેમેરોન હોટેલના બીચ પર અમારી પાસે આવ્યા હતા. કંઈપણ બોલ્યા વિના તેમાંથી એકે પેક્સીને ગોળી મારી દીધી. પહેલી ગોળી ચહેરા પર અને બીજી ગોળી પીઠ પર મારવામાં આવી હતી. કોલંબિયાના અધિકારીઓએ શંકાસ્પદો વિશે માહિતી આપનારને ૨ બિલિયન પેસો (આશરે ૪ લાખ રૂપિયા)નું ઈનામ આપવાની જાહેરાત કરી છે. પોલીસ ચીફ જનરલ જાેર્જ લુઈસ વર્ગાસે મીડિયાને જણાવ્યું હતું કે, પેક્સીની હત્યા પેરાગ્વેના હાઈ-પ્રોફાઈલ મની લોન્ડરિંગ અને ડ્રગ હેરફેરના કેસ સાથે સંકળાયેલું હોઈ શકે છે. તેમણે કહ્યું- અમે ટ્રાન્સનેશનલ ક્રાઈમ સિસ્ટમ વિશે વાત કરી રહ્યા છીએ, તે ઘણા પ્લાનિંગ હેઠળ કરવામાં આવ્યું છે. જેમાં ઘણા પૈસા પણ લગાવવામાં આવ્યા હશે. પેરાગ્વે નેશનલ પોલીસના વરિષ્ઠ અધિકારી નિમિયો કાર્ડોઝો પણ કેસની તપાસમાં મદદ કરવા કોલબિયાની રાજધાની પહોંચ્યા છે. આ મામલાની તપાસ માટે અમેરિકન ડ્રગ અને અન્ય ફેડરલ એજન્ટો પણ ત્યાં પહોંચી ગયા છે. કાર્ડોઝોએ કહ્યું કે પેક્સીના વેકેશન વિશે બહુ ઓછા લોકો જાણતા હતા. તેમણે કહ્યું કે જ્યાં સુધી અમે ગુનેગારોને નહીં પકડીએ, ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં.