National

ગોવા ચુંટણીમાં ભાજપે પણજીની બેઠક આ વખતે પણ જીતી બતાવી

ગોવા
ગોવાના પાટનગર પણજીમાં બીજેપી ઉમેદવાર અતાનાસિયો મોનસેરાટે જીતી ગયા છએ. તેમણે દિવંગત બીજેપી નેતા મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલે ૭૧૦ વોટોથી હરાવ્યા છે. ગોવાના પાટનગર પણજીમાં ૧૯૯૪ પછીથી મ્ત્નઁ ક્યારેય હાર્યું નથી. મનોહર પર્રિકરે આ બેઠકથી મ્ત્નઁનો અભેદ્ય કિલ્લો બનાવ્યો હતો. પરંતુ તેના દીકરા ઉત્પલ પર્રિકરના કારણે પાર્ટીની મુશ્કેલીમાં વધારો થયો છે. પણજી જીતવું ભાજપ માટે શાખ બચાવવાની લડત હતી. કારણ કે પર્રિકરના વારસાને જાળવી રાખવો તથા ભાજપને આ બેઠક જીતવી અત્યંત જરૂરી હતી. પણજી ભાજપ ઉમેદવારઃ અતાનાસિયો મોનસેરાટે (જીત) કોંગ્રેસ ઉમેદવારઃ એલ્વિસ ગોમ્સ, અપક્ષ ઉમેદવારઃ ઉત્પલ પર્રિકર અત્યારસુધીની ચૂંટણીઃ ગોવાના પાટનગર પણજીમાં છેલ્લા ૨૮ વર્ષોથી મ્ત્નઁનું શાસન છે. ભાજપના દિવંગત નેતા મનોહર પર્રિકર અહીંથી ૧૯૯૪થી ૨૦૧૭ સુધી સતત જીતતા આવ્યા છે. તેમના અવસાન પછી આ સીટ ભાજપે જ જીતી છે. કેમ આ બેઠક મહત્ત્વપૂર્ણ હતીઃ પણજીના દ્વારા જ પાર્ટી મનોહર પર્રિકરના વારસાને આગળ વધારી શકતી હતી. જાે પણજીમાં ભાજપ હારી ગયું હોત તો આનો નેગેટિવ મેસેજ ગયો હોત.

goa-panji-election-Win-BJP.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *