National

ગ્વાલિયર GRP એ એક વેપારીની કરી ધરપકડ, પૂછપરછમાં જણાવ્યું આ…

ગ્વાલિયાર
ગ્વાલિયર વિસ્તારમાં ટ્રેનો દ્વારા સોનાની દાણચોરીનો ખેલ ચાલી રહ્યો છે. ગ્વાલિયર-આગ્રા-ઝાંસી રેલવે ટ્રેક તસ્કરો માટે લોકપ્રિય છે. ગ્વાલિયર ય્ઇઁએ એક વેપારીની ધરપકડ કરી તેની પાસેથી ૫૦ લાખ રૂપિયાની કિંમતનું સોનુ જપ્ત કર્યું છે. વેપારીએ પોતાની કમરમાં કપડા દ્વારા સોનુ છૂપાવીને રાખ્યું હતું. ય્ઇઁએ સોનાની ચેન અને બિસ્કિટ સહિત ૯૦૦ ગ્રામ સોનું જપ્ત કર્યું છે. વેપારી સાગરથી આ સોનુ લઈને ગ્વાલિયર આવ્યો હતો. જીઆરપીની પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે આ જ્વેલરીને સેમ્પલ તરીકે રાખે છે. તે સાગર અને ઝાંસીથી ઓર્ડર લાવે છે. પછી ગ્વાલિયરથી ઘરેણાં બનાવે છે અને સપ્લાય કરે છે. જીઆરપી સ્ટેશન ઈન્ચાર્જ બબીતા ??કઠેરિયાએ જણાવ્યું કે બાતમીદાર પાસેથી સમાચાર મળ્યા કે એક વ્યક્તિ ટ્રેનમાંથી સોનુ લઈને પ્લેટફોર્મ નંબર એક પર આવવાનો છે. માહિતી બાદ પ્લેટફોર્મ નંબર એક પર દેખરેખ વધારી દેવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન જીઆરપીના જવાનોએ દેખાવના આધારે એક વ્યક્તિને અટકાવ્યો હતો. પરંતુ જીઆરપીને જાેઈને તે દોડવા લાગ્યો હતો. જીઆરપીએ તેને પકડી લીધો. પકડાયેલા વેપારીનું નામ યોગેશ નાગીલ છે. તે ગ્વાલિયરનો રહેવાસી છે. આ પછી તેને પોલીસ સ્ટેશન લાવી તેનું ચેકિંગ કરવામાં આવ્યું. તેના પેન્ટના નીચે કમર પર કપડું બાધ્યું રાખ્યું હતું તેમાં દાગીના રાખ્યા હતા.જ્યારે જીઆરપીએ કાપડ ખોલ્યું તો તેમાંથી સોનાની ચેન અને સોનાના બિસ્કિટ પડવા લાગ્યા. યોગેશ નાગીલે પૂછપરછમાં જણાવ્યું કે તે સોનાના દાગીના બનાવે છે અને વેચે છે.ગ્વાલિયરથી તે સાગર, ઝાંસી અને બીજા ઘણા શહેરોમાં ઓર્ડર લેવા જાય છે. વેપારીઓ સેમ્પલ બતાવીને ઓર્ડર લે છે. તેની પાસેથી મળેલા બિસ્કિટ અને જ્વેલરીના સેમ્પલ છે, પરંતુ જ્વેલરીના બિલ વગેરે જેવા દસ્તાવેજાે ન મળતાં જીઆરપીએ આ બાબતે જીએસટી વિભાગને જાણ કરી હતી. ય્જી્‌એ પૂછપરછ માટે વેપારીને પોતાની કસ્ટડીમાં લીધો છે. ગ્વાલિયરથી ઝાંસી અને આગ્રા સુધી સોનાની દાણચોરીનું મુખ્ય માધ્યમ બની ગયું છે.છેલ્લા એક વર્ષમાં જીઆરપીએ ટ્રેન દ્વારા સોનાના દાગીનાની દાણચોરીના છ જેટલા કેસ પકડ્યા છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ બબીતા ??કઠેરિયાનું કહેવું છે કે ટ્રેનોમાંથી બે નંબરનો માલ ટ્રેનોથી તસ્કરી કરવાની સૂચના મળી રહી હતી. તહેવાર દરમિયાન આ પ્રવૃત્તિઓ વધે છે. આ જ કારણ છે કે રેલવે સ્ટેશનથી લઈને ટ્રેનોમાં પણ સતત ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *