National

જમશેદપુરમાં ટાટા સ્ટીલના પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ લાગી

જમશેદપુર
ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટના કોક પ્લાન્ટમાં મોટા વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી. ધડાકો થતા જ થોડા સમયે માટે તો અફરાતફરી મચી ગઈ. મળતી માહિતી મુજબ બપોરે લગભગ ૧૨ વાગ્યાની આસપાસ કોક પ્લાન્ટની બેટરી નંબર ૫, ૬ અને ૭ના ક્રોસ ઓવરમાં અચાનક જ વિસ્ફોટ થયો. ગેસ લીકેજ પણ થયું ત્યારબાદ દહેશતનો માહોલ સર્જાયો. આ ઘટનામાં બે શ્રમિકો ઘાયલ થયા છે. આગ પર હાલ કાબૂ મેળવી લેવાયો હોવાની માહિતી છે. ફાયરકર્મીઓએ ખુબ મહેનત કરીને આગ પર કાબૂ મેળવ્યો. ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરાઈ છે. તમામ કર્મચારીઓને પ્લાન્ટની બહાર કાઢવામાં આવ્યા છે. આસપાસનો વિસ્તાર ખાલી કરાવીને ત્યાં ગેસ લીકેજ રોકવાનો પ્રયત્ન ચાલુ છે. ઝારખંડના જમશેદપુરમાં ટાટા સ્ટીલ પ્લાન્ટમાં મોટો વિસ્ફોટ થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ આ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ એક ભાગમાં આગ લાગી હતી. રાહતની વાત એ છે કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ટાટા સ્ટીલ પ્લાન્ટમાં આગ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ લાગી હતી. મુખ્યમંત્રી હેમંત સોરેને આ ઘટના અંગે ટ્‌વીટ કરીને કહ્યું કે જમશેદપુરમાં ટાટા સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટની માહિતી મળી છે. જિલ્લા પ્રશાસન, ટાટા સ્ટીલ મેનેજમેન્ટ સાથે સામંજસ્ય બનાવીને ઘાયલોને તાબડતોબ સારવાર મળે તે માટે કાર્યવાહી કરી રહી રહ્યું છે.

India-Zarkhand-Jamshedpur-Tata-Steel-Plant-Big-Bang-and-Then-Fire-on-The-Tata-Steel-Plant.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *