National

જમ્મુ કાશ્મીરમાં બીએસએફે તોડી પાડ્યું પાકિસ્તાની ડ્રોન

શ્રીનગર
જમ્મુ કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ પર કાનાચક વિસ્તારામં સોમવારે મોડી રાત્રે ડ્રોનની ગતિવિધિ જાેવા મળી હતી. આ પછી બીએસએફે જવાનોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાની સૂચના મળ્યા પછી આખા વિસ્તારમાં મોડી રાત સુધી સર્ચિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. બીએસએફના જવાનોએ મંગળવારે જમ્મુ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર ડ્રોન જેવી વસ્તુનો અવાજ સાંભળીને થોડાક સમય માટે ગોળીબારી કરી હતી. બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે અખનૂર વિસ્તારમાં લગભગ ૮૦૦ મીટરની ઉંચાઇથી કાંઇક અવાજ સાંભળીને સર્તક જવાનોએ ગોળીઓ ચલાવી હતી. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભારત-પાકિસ્તાન સરહદ પર દરેક સ્થાને ડ્રોનનો ખતરો છે. જાેકે સરહદ પારથી કોઇપણ કાવતરાને નિષ્ફળ બનાવવા સુરક્ષા બળ સતર્ક છે. સરહદ પર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એલઓસી પર સેના અને બીએસએફના જવાના તૈનાત છે. ડ્રોન સાથે જાેડાયેલા પેલોડને નીચે લાવવામાં આવ્યા હતા. પેલોડમાં બાળકોના ટિફિન બોક્સની અંદર ૩ ચુંબકિય આઈઈડી પેક કરવામાં આવ્યા હતા. જેમાં અલગ-અલગ સમય માટે ટાઇમર સેટ કરવામાં આવ્યા હતા. આઈ.ઈ.ડીને નિષ્ક્રીય કરી દેવામાં આવ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ ડ્રોન કાનાચક સરહદ પરથી આવ્યું હતું. પાકિસ્તાન તરફથી હાલના દિવસોમાં ડ્રોનની ગતિવિધિઓ વધી ગઈ છે. જમ્મુ કાશ્મીરના બારમૂલા જિલ્લામાં સોમવારે સુરક્ષા બળો સાથે અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો છે. જ્યારે ત્રણ આતંકવાદી ભાગી ગયા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સોપોરના જાલુર વિસ્તારમાં પાનીપુરા જંગલમાં આતંકવાદીઓની ઉપસ્થિતિમાં વિશેષ સૂચના પર કાર્યવાહી કરતા સુરક્ષાબળોએ ઘેરાબંધી કરીને શોધ શરુ કરી હતી. તેમણ કહ્યું કે સંતાયેલા આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબારી કરી જે પછી અથડામણ થઇ હતી. કાશ્મીર ક્ષેત્રના આઈજીપી વિજય કુમારે કહ્યું કે અથડામણમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *