National

ઝારખંડમાં ૩૨ વર્ષીય યુવકની ઢોર માર મારી હત્યા કરી દેવાઈ

રાંચી
ઝારખંડમાં ફરી એક વખત મોબ લિન્ચિંગની ઘટના સામે આવી છે. લગભગ એક ડઝન લોકોની ભીડે યુવકની કુહાડીથી કાપીને હત્યા કરી નાખી છે. ત્યારબાદ આરોપીઓની ધરપકડની માંગને લઈને મૃતકના પરિવારજનોએ ખૂબ જ હંગામો કર્યો હતો. તમને જણાવી દઈએ કે, ગુમલા જિલ્લાના જરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોવિંદપુર પંચાયતના તિગરા ગામના રહેવાસી ૩૨ વર્ષીય એજાઝ ખાનની ભીડે લાકડી, ડંડા અને લાતો મારીને હત્યા કરી નાખી હતી. જ્યાં આ મોબ લિન્ચિંગની ઘટના બની તે ઝારખંડ અને છત્તીસગઢની સરહદ છે.મૃતક યુવક એજાઝ પર ગુમલા જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કેસ દાખલ છે. પોલીસનું કહેવું છે કે, મૃતક ચોરી સહિત અન્ય કેસમાં જેલની સજા ભોગવી ચૂક્યો છે. તેના પર ગુમલા જિલ્લાના જારી પાલકોટ અને ડુંગરી પોલીસ સ્ટેશનમાં અનેક કેસ દાખલ છે. એઝાઝની હત્યાનો આરોપ છત્તીસગઢના યુવકો પર લાગ્યો છે. જાેકે, આ સમગ્ર હત્યાકાંડ પર પોલીસ કંઈ પણ બોલવાથી બચી રહી છે. મૃતક યુવકના ભાઈ સરવરે જણાવ્યું કે, એજાઝ છત્તીસગઢના પતરાતોલીમાં ગયો હતો. ત્યાં કેટલાક યુવકો સાથે તેનો વિવાદ ચાલી રહ્યો હતો તે જ યુવકોએ એજાઝને લાકડીઓ અને ડંડા વડે માર મારીને તેની હત્યા કરી નાખી હતી. એજાઝની બાઈક પણ છત્તીસગઢના પતરાતોલીમાં બળેલી હાલતમાં મળી આવી છે. મૃતકોના પરિજનોનો આરોપ છે કે, છત્તીસગઢના આઠ-દસ યુવકોએ પહેલા એજાઝને લાકડીઓ વડે માર મારીને ઘાયલ કર્યો હતો. આ પછી તેને હેન્ગર વડે કાપીને તેની હત્યા કરવામાં આવી હતી. તેના બંને હાથ પણ તૂટી ગયા છે. અહીં મૃતક યુવક એજાઝની હત્યાની માહિતી મળતાં જ તેના સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો અને લાશ ઉપાડવાની ના પાડી હતી. સંબંધીઓ આરોપીઓની ધરપકડ અને ગુમલા એસપીને સ્થળ પર બોલાવવાની માંગ કરી રહ્યા હતા. મોડી રાત સુધી મૃતદેહ ઘટનાસ્થળે પડી રહ્યો હતો, જાે કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના આગમન અને સંબંધીઓને આરોપીની ધરપકડની ખાતરી આપતાં પરિવારજનોનો ગુસ્સો શમી ગયો હતો.ઝારખંડમાં મેબ લિન્ચિંગની ઘટનાઓ પર અંકુશ લગાવવા માટે સખત કાયદા બનાવવામાં આવ્યા છે પરંતુ તેનાથી મોબ લિન્ચિંગની ઘટનાઓમાં કોઈ ઘટાડો નથી નોંધાય રહ્યો.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *