હૈદરાબાદ
તેલંગણા રાષ્ટ્ર સમિતિ(ટીઆરએસ)એ મુનુગોડે વિધાનસભાની પેટાચુંટણી માટે ભાજપના ઉમેદવાર કોમાતીરેડ્ડી રાજગોપાલ રેડ્ડીના કહેવાતા નિવેદન બાદ તેમને અયોગ્ય ઠેરવવાની માંગ કરવામાં આવી છે.નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તે ૧૮,૦૦ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરી ભાજપમાં સામેલ થયા.ટીઆરએસ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાજયના મુખ્ય ચુંટણી અધિકારી વિકાસ રાજને મળ્યુ હતું અને ત્રણ નવેમ્બરે યોજાનારી પેટાચુંટણી માટે રાજગોપાલ રેડ્ડીને અયોગ્ય ઠેરવવાની માંગ કરતા એક આવેદનપત્ર આપ્યું હતું. ટીઆરએસ નેતાઓએ કહ્યું હતું કે પ્રતિનિધિમંડળ સીઇઓના ધ્યાનમાં આવ્યું છે કે રાજગોપાલ રેડ્ડીએ એક ટેલીવિઝન ચેનલને આપેલ મુલાકાતમાં ખુલાસો કર્યો છે કે તેમની કંપનીને કેન્દ્ર સરકારથી ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યા બાદ તે ભાજપમાં સામેલ થઇ ગયા.ટીઆરએસ પ્રતિનિધિમંડળમાં પાર્ટીના મંત્રી શ્રીનિવાસ રેડ્ડી અને સોમા ભારત,ધારાસભ્ય ગદર કિશોર અને સાંસદ બી લિંગૈયા સામેલ હતાં લિંગૈયાએ કહ્યું કે રાજગોપાલ રેડ્ડીએ મુલાકાત દરમિયાન સ્વીકાર કર્યો છે કે જયારે તે કોંગ્રેસમાં હતાં ત્યારે તેમને કરાર મળ્યો હતો બાદમાં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું અને ભાજપમાં સામેલ થઇ ગયા હતાં સાંસદે કહ્યું કે રાજગોપાલ રેડ્ડીએ લોકતંત્રની મજાક ઉડાવી છે અને જનપ્રતિનિધિત્વ કાનુનનો ભંગ કર્યો છે. ટીઆરએસની અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજગોપાલ રેડ્ડીએ કિવડ પ્રો કવો વ્યવસ્થા હેઠળ આમ કર્યું છે. પાર્ટીએ ચુંટણી અધિકારીને રાજગોપાલ રેડ્ડીને પેટાચુંટણી લડવાથી અયોગ્ય ઠેરવી વચગાળાનો આદેશ પસાર કરવા વિનંતી કરી છે તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપ નેતા મુનુગોડેમાં ઠેકાના રૂપમાં મળેલા પૈસાથી લોકતંત્રની મજાક બનાવી રહ્યાં છે કિશોરે કહ્યું કે રેડ્ડીએ ખુદ સ્વીકાર કર્યો હતો કે તેમણે ભાજપમાં સામેલ થવા માટે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનો ઠેકો મળ્યો હતો તેમણે કહ્યું કે અમે રેડ્ડીને અયોગ્ય ઠેરવવા માટે મુખ્ય ચુંટણી અધિકારીને એક આવેદનપત્ર આપ્યું છે અને આરોપ લગાવ્યો છે કે ભાજપ નેતા લોકતંત્રની હત્યા કરી રહ્યાં છે ટીઆરએસએ કહ્યું કે આવા નેતાઓને ચુંટણી લડવાની મંજુરી આપી પ્રોત્સાહિત કરવા જોઇએ નહીં ટીઆરએસ નેતાઓએ કહ્યું કે રાજગોપાલ રેડ્ડીએ મુનુગોડેના સ્વાભિમાનને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પાસે ગિરવી મુકી દીધુ છે તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી કેસીઆરને દેશભરમાં મળી રહેલા ભારે સમર્થનને પચાવી શકતી નથી આથી ભાજપે મુનુગોડેની જનતા પર પેટાચુંટણી થોપી દીધી.લોકો રાજગોપાલ રેડ્ડીીના કાવતરાઓને જોઇ રહી છે અને તેમને યોગ્ય પાઠ ભણાવશે