ટીકમગઢ
ટીકમગઢના હોસ્પિટલ ઈન્ટરસેક્શન ચાર રસ્તા પર ગંભીર અકસ્માત થયો હતો.જેને જાેઈ સ્થળ પર હાજર તમામ લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. એક મહિલા શિક્ષિકા સ્કૂટીથી પસાર થઈ રહી હતી, ત્યારે જ પાછળથી આવતા ડમ્પરે ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે મહિલા શિક્ષિકા સ્કૂટીથી પડી ડમ્પરની નીચે આવી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી ડમ્પર કબ્જે કર્યું છે. ટીકમગઢમાં રહેતી નિધિ મિશ્રા એક શાળામાં શિક્ષિકા તરીકે કામ કરે છે. નિધિ મિશ્રા સ્કૂલની પરીક્ષા પૂરી થયા બાદ સ્કૂટીથી ઘરે પરત જઈ રહી હતી. આ દરમિયાન જ હોસ્પિટલ ઈન્ટરસેક્શન પાસેથી વળતા ડમ્પરે તેની સ્કૂટીને પાછળથી ટક્કર મારી હતી. ટક્કરની નીચે પડતા નિધિ મિશ્રા ડમ્પરના આગળના વ્હીલ સામે આવી ગઈ હતી. તે જ સમયે આ ઘટના જાેઈ ત્યાં હાજર લોકોએ હોબાળો મચાવ્યો હતો અને ડમ્પરને અટકાવ્યું હતું. ડમ્પરની બ્રેક વાગતાની સાથે નિધિ બહાર આવી ગઈ હતી. તેને નાની મોટી ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે ફૂટેજના આધારે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
