સિયોલ
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં શનિવારે મચેલી નાસભાગમાં ડઝનો લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સિયોલમાં એક હૈલોવીન પાર્ટી દરમિયાન નાસભાગ મચી છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૫૦ લોકોને કાર્ડિયક અરેસ્ટ આવ્યો છે. દેશની યોનહાપ સમાચાર એજન્સીના અનુસાર સિયોલમાં હૈલોવીન પાર્ટી દરમિયાન એક નાનકડા માર્ગ પર આગળ વધવાના ચક્કરમાં નાસભાગ મચી ગઇ હતી. ઇમરજન્સી અધિકારીઓને ઇટાવન ક્ષેત્રના લોકોને ઓછામાં ઓછા ૮૧ કોલ આવ્યા. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. નેશનલ ફાયર એજન્સીના એક અધિકારી ચોઇ-ચેઓન-સિકે કહ્યું કે લગભગ ૧૦૦ લોકો ઇજાગ્રસ્ત હોવાની સૂચના છે. જેમાં ડઝનો લોકોને કાર્ડિયક અરેસ્ટથી પીડિત છે. તેમણે કહ્યું કે ભીડ શહેરના લોકપ્રિય પાર્ટી સ્થળ હૈમિલ્ટન હોટલ પાસે હતી. તેમને કહ્યું કે સિયોલમાં ઉપલબ્ધ લગભગ તમામ કર્મચારીઓ સહિત દેશભરમાંથી ૪૦૦થી વધુ ઇમરજન્સી કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સિયોલના મેયર ઓહ સે-હૂન યૂરોપના પ્રવાસે છે, પરંતુ આ સમાચાર બાદ તેમણે સ્વદેશ પરત ફરવાનો ર્નિણય કર્યો છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂ સુક યેઓલે એક નિવેદનમાં કહ્યું કે અધિકારીઓએ ઇજાગ્રસ્તોની ઝડપથી સારવાર સુનિશ્વિત કરાવવી જાેઇએ અને હૈલોવીન પાર્ટી સ્થળોની સુરક્ષાની સમીક્ષા કરવી જાેઇએ. તેમણે સ્વાસ્થ મંત્રાલયને ઇમરજન્સી ચિકિત્સા સહાયતા ટીમોને ઝડપથી તૈનાત કરવા અને ઇજાગ્રસ્તોની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં બેડ પુરૂ પાડવાના નિર્દેશ આપ્યા છે.
