દમણ
દમણ – દીવમાં ૧૯૬૧ પૂર્વે જન્મ લેનાર કોઇપણ વ્યક્તિને સીધો પોર્ટુગીઝ પાસપોર્ટ મળી જતો હોય છે. એક સરવે અને મળતી માહિતી મુજબ દમણમાં અત્યાર સુધીમાં ૪૦ હજારથી વધુ સ્થાનિક લોકોએ પોર્ટુગીઝ પાસપોર્ટ મેળવીને યુકે (લંડન)માં સ્થાઇ થઇ ગયા છે. જાેકે, ત્યારબાદ તેમના પરિવારનો આંકડો પણ મોટો હોવાનું જાણવા મળી રહ્યું છે. દમણથી વિદેશમાં ગયેલા મોટા ભાગના યુકેના લેસ્ટર શહેરમાં ધંધો રોજગાર અર્થે સ્થાઇ થયા હોવાનું જાણવા મળે છે. માત્ર લેસ્ટર શહેરમાં જ ૭૦ ટકા દમણવાસીઓ સ્થાઇ થવાથી લેસ્ટર મિની દમણમાં તબદીલ થયું છે. દમણ મુસ્લિમ સમાજના પણ સૈકડોં લોકો યૂકેમાં સ્થાઈ થઈ ગયા છે. દમણથી સ્થાઇ થયેલા માછી સમાજ દ્વારા ૧ હજાર પાઉન્ડનો ફાળો કરીને દમણિયા હોલનું નિર્માણ કરાયું હતું. આ મંડળ દ્વારા દરેક વાર તહેવારની ઉજવણી કરાતી હોય છે જેથી કરીને ત્યાં વસવાટ કરનારાને વિદેશમાં હોવાની અનુભૂતિ જ થતી નથી. દમણથી અંદાજે ૭૦ હજારથી વધુ લોકો લંડન અને યુકેના અલગ અલગ શહેરમાં વસવાટ કરી રહ્યા છે. જાેકે, જે પૈકીના કેટલાક ગ્રોસરી શોપ ચલાવી રહ્યા છે જ્યારે અન્ય લોકો નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ૧૯૬૨ પહેલા દમણમાં જન્મેલાને સીધો પોર્ટુગીઝ પાસપોર્ટ મળે છે અને તેમના પરિવાર ઇન્ડિયન પાસપોર્ટ બનાવીને યુકેમાં આવી વસવાટ કરી રહ્યા છે. દમણથી આવનારની વાત કરીએ તો ૨૦ ટકા સેન્ટર લંડન, ૫૦ ટકા લેસ્ટરમાં રહે છે. દમણિયા સમાજના માધ્યમથી હવે વતનમાં પણ એનઆરઆઇ ગ્રુપ સેવાકીય પ્રવૃતિનો આરંભ કરશે.દેશની આઝાદીના ૧૧ વર્ષ પછી સંઘપ્રદેશ દાનહ, દમણ દીવ અને ગોવા પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું હતું. જાેકે, આ પ્રદેશ આઝાદ થવા છતા પોર્ટુગીઝ શાસને અહિંના લોકો આસાનીથી પોર્ટુગીઝમાં આવી શકે એ માટે પોર્ટુગીઝ પાસપોર્ટનો કરાર કર્યો હતો. સંઘપ્રદેશ દમણના પણ અંદાજે ૪૦ હજારથી વધુ લોકોએ પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવીને યુકેના અન્ય અલગ અલગ શહેરોમાં સ્થાઇ થયા છે.


