National

નીતીશકુમાર પોતાનું વચન પુરૂ કરશે નહીં તો તેમનો ઘેરાવ કરવામાં આવશે ઃ ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર

મોતિહારી
ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હાલ પોતાની જન સુરાજ પદયાત્રા પર છે.આ પદયાત્રાની વચ્ચે પૂર્વી ચંપારણ જીલ્લાના મોતિહારીમાં પહાડપુર તાલુકાના મખનિયા ગામથી તેમનું એક નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું કે જાે જદયુ પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર રાજયના યુવાનોને ૧૦ લાખ સરકારી નોકરી આપવાનું પોતાનું વચન પુરૂ કરશે નહીં તો તેમનો ઘેરાવ કરવામાં આવશે. પ્રશાંત કિશોર આ પહેલા પણ જદયુ પર અનેકવાર પ્રહારો કરી ચુકયા છે.તેમણે ઓગષ્ટમાં મહાગઠબંધન સરકારની રચના બાદ કરવામાં આવેલ નોકરીના વચનને નિભાવવા માટે મુખ્યમંત્રીને પડકાર પણ આપ્યો હતો કિશોરે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ કહ્યું હતું કે તેમની પાર્ટી રાષ્ટ્રીય જનતાદળ નવા શાસનના હિસ્સાના રૂપમાં છે અને વચનોને પુરા કરવામાં આવશે તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં ૧૦ લાખ નોકરી આપવાના પોતાના વચનો પુરા કરવામાં નિષ્ફળ રહ્યાં તો હું બિહારના યુવાનોની સાથે નીતીશકુમારનો ઘેરાવ કરીશ. એ યાદ રહે કે આ વર્ષ સ્વતંત્રતા દિવસ પ્રસંગ પર ગાંધી મેદાનમાં પોતાના પ્રવચન દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે વચન આપ્યું હતું કે મહાગઠબંધન સરકારનું લક્ષ્ય સરકારી ક્ષેત્રમાં ૧૦ લાખ લોકોને નોકરી આપવાનું છે. બિહારના મુખ્યમંત્રીને આ વચનને નિભાવવાને લઇ ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મુખ્યમંત્રીને પડકાર પણ આપ્યો હતો. એ યાદ રહે કે ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર રાજયમાં પોતાની ૩૫૦૦ કિલોમીટર લાંબી પદયાત્રા પર છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *