નેપાળ
નેપાળમાં એક મોટા વિમાન દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટ પ્રમાણે નેપાળના તારા એરનો એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલથી સંપર્ક તુટી ગયો છે. આ વિમાન પર ચાલક દળ સહિત કુલ ૨૨ લોકો સવાર છે. આ ફ્લાઇટ પોખરાથી જાેમસમ જઈ રહી હતી. નેપાળી મીડિયાના મતે આ વિમાને સવારે ૯ કલાકને ૫૫ મનિટ પર પોખરાથી ઉડાન ભરી હતી. તેણે ૧૦ કલાકને ૨૦ મિનિટ પર લેન્ડ કરવાનું હતું. જાેકે ૧૧ વાગ્યા પછી અત્યાર સુધી વિમાન સાથે સંપર્ક થઇ શક્યો નથી. આ ટિ્વન એન્જીન એરફ્રાફ્ટ છે નેપાળની સરકારી ટીવી ચેનલના મતે ગુમ થયેલા વિમાનમાં ૪ ભારતીય અને ૩ જાપાની નાગરિક છે. બીજા લોકો નેપાળના છે. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં ચાલક દળ સહિત ૨૨ યાત્રી હતા. તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ નેપાળના સૌથી મોટા મીડિયા સંસ્થાન કાન્તિપુરને જણાવ્યું કે આ ફ્લાઇટ પર પ્રભાકર પ્રસાદ ધિમિરે, સહ પાયલટ ઉત્સવ પોખરેલ અને એર હોસ્ટેસ કિસમી થાપા સવાર હતા. નેપાળના ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફદીંદ્ર મણિ પોખરેલના મતે ગુમ વિમાનની શોધ માટે મસ્ટૈંગ અને પોખરાથી બે ખાનગી હેલિકોપ્ટરને તૈનાત કર્યા છે. નેપાળ સેનાના હેલિકોપ્ટરને પણ શોધખોળ કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે. કાઠમાંડુ પોસ્ટના મતે જાેમસોમ એરપોર્ટ પર એક એર ટ્રોફિક કંટ્રોલ અધિકારીએ કહ્યું કે તેમણે જાેમસોમના ઘાસામાં એક તીવ્ર અવાજ સાંભળ્યો હતો. જાેકે હજુ સુધી તેની અધિકારીક પૃષ્ટી થઇ નથી. હાલ આ ક્ષેત્રમાં એક હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે, જ્યાં આ વિમાનનો અંતિમ વખત સંપર્ક થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિમાનનો અંતિમ વખત સંપર્ક લેટે પાસે થયો હતો. આ પછી કોઇ સંપર્ક નથી. પોખરા હવાઇ અડ્ડાના પ્રમુખ વિક્રમ ગૌતમે આ વાતની પૃષ્ટી કરી છે કે વિમાન ટાવરના સંપર્કથી બહાર ચાલ્યું ગયું છે. એક અધિકારીના મતે આ વિમાન એક વખત ધૌલાગિરી હિમાલયથી પરત ફર્યું હતું આ પછી તેનો સંપર્ક થયો નથી. ફ્લાઇટની શોધ માટે એક હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે.
