ગાજિયાબાદ
આજકાલ નાની-નાની વાતે લોકો એકબીજાની હત્યા કરવા પર ઉતરી આવે છે. આ અપરાધ કરતાં ક્ષણભર પણ લોકો વિચાર કરતા નથી ત્યારે સવાલ એ થાય છે કે આજના આ યુગમાં કોઇ જેને પ્રેમ કરે છે તેની જ હત્યા કઇ રીતે કરી શકે? આ ઘટના આજથી ચાર વર્ષ પહેલાંની છે, જેનો હત્યારો ચાર વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. સિહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના સિકરોડ ગામમાંથી વર્ષ ૨૦૧૮માં એક યુવકના શંકાસ્પદ સંજાેગોમાં ગુમ થવાની ઘટનાને લઇને ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ગુમ થયેલા યુવકની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને યુવકની હત્યા કરી હતી. પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના પતિની માથામાં ગોળી મારીને હત્યા કરી હતી. સિકરોડ ગામનો રહેવાસી ચંદ્રવીર ( ઝ્રરટ્ઠહઙ્ઘટ્ઠિ ફૈિ) ઉર્ફે પપ્પુ સપ્ટેમ્બર ૨૮, ૨૦૧૮ પહેલા શંકાસ્પદ સંજાેગોમાં ગુમ થયો હતો. પપ્પુના ભાઈએ સિહાની ગેટ પોલીસ સ્ટેશનમાં (જીૈરટ્ઠહૈ ય્ટ્ઠંી ॅર્ઙ્મૈષ્ઠી જંટ્ઠંર્ૈહ) ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. શોધખોળ કર્યા છતાં પપ્પુની ભાળ ન મળતાં સિહાની ગેટ પોલીસે આ મામલે અંતિમ રિપોર્ટ દાખલ કરીને કેસને ક્લોસ કર્યો હતો. ભૂતકાળમાં એસએસપીએ આવા કેસોની તપાસના આદેશ આપતાં ક્રાઈમ બ્રાન્ચ ફરી સક્રિય થઈ હતી. ચંદ્ર વીરની પત્ની સવિતા લગ્ન પહેલા અરુણ ઉર્ફે અનિલ કુમાર સાથે આડા સંબંધ હતા, જે લગ્ન બાદ પણ રહ્યાં પોલીસને આપેલા તેના નિવેદનમાં, સવિતાએ જણાવ્યું હતું કે, એક દિવસ ચંદ્રવીરે બંનેને વાંધાજનક હાલતમાં જાેઇ લીધા હતા. ત્યારથી તે તેમના ગેરકાયદે સંબંધોમાં અવરોધ બની રહ્યો હતો. આ કારણે પત્ની અને તેના પ્રેમીએ ચંદ્રવીરને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ, ચંદ્ર વીર નશાની હાલતમાં ઘરે આવ્યો અને નશામાં જ સુઇ ગયો જેનો ફાયદો સવિતા અને અરુણે ઉઠાવ્યો હતો.સવિતાએ પોતાના પ્રેમી અરુણને તેના ઘરે બોલાવ્યો જે બાદ બંનેએ દેશી બનાવટની પિસ્તોલનો ઉપયોગ કરીને, અરુણે ચંદ્ર વીરના માથામાં ગોળી મારીને હત્યા કરી, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું. ચંદ્રવીરને ગોળી મારતા પહેલા અરુણે મૃતકના માથા નીચે ડોલ મુકી દીધી હતી, જેથી ગોળી માર્યા બાદ બધુ જ લોહી એકત્ર થઇ જાય. ગોળીબાર કર્યા પછી, જ્યારે બધું લોહી એકત્ર થઈ ગયું, ત્યારે તે મૃતદેહને તેના ઘરે લઈ ગયો અને તેને દફનાવી દીધો. ઘટનામાં વપરાયેલી પિસ્તોલ અને કુહાડી પણ મળી આવી છે.


