પાકિસ્તાન
પાકિસ્તાનના પીર પંજાલ રેન્જમાં સ્થિત મુરીમાં શનિવારે બરફમાં ફસાયેલી કારમાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા છે. તેને જાેતા મુરી ટાઉનને આપત્તિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. મુરી ટાઉન એ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાવલપિંડી જિલ્લામાં સ્થિત એક હિલ સ્ટેશન છે. હિમવર્ષાનો આનંદ લેવા માટે પ્રવાસીઓની ભીડ અહીં પહોંચી રહી છે. પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદ અહેમદે કહ્યું કે પ્રવાસીઓ એટલી મોટી સંખ્યામાં આવ્યા કે સંકટ ઉભું થયું. શેખ રાશિદ અહેમદે કહ્યું કે રાવલપિંડી અને ઈસ્લામાબાદ પ્રશાસન પોલીસ સાથે મળીને ફસાયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહ્યા છે. રેન્જર્સ અને ફ્રન્ટિયર કોર્પ્સની સાથે પાકિસ્તાન આર્મીની પાંચ પ્લાટુનને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે હિલ સ્ટેશન પર લગભગ ૧,૦૦૦ કાર ફસાયેલી છે. તેમણે કહ્યું કે ૧૬ થી ૧૯ લોકોના મોત થયા છે. અહેમદે જણાવ્યું હતું કે મુરીના રહેવાસીઓએ ફસાયેલા પ્રવાસીઓને ખોરાક અને ધાબળા આપ્યા હતા. તેમણે કહ્યું કે વહીવટીતંત્રે હિલ સ્ટેશનના તમામ માર્ગો બંધ કરી દીધા છે અને હવે માત્ર ખોરાક અને ધાબળા એકત્રિત કરવાની યોજના બનાવી રહેલા વાહનોને જ મંજૂરી આપી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે મુરીમાં આપત્તિ જાહેર કરી હતી અને હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, વહીવટી કચેરીઓ અને બચાવ સેવાઓમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. તેમણે પ્રાંતીય મુખ્ય સચિવ, પોલીસ મહાનિરીક્ષક, રાહત કમિશનર, રેસ્ક્યુ ૧૧૨૨ના મહાનિર્દેશક અને પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના મહાનિર્દેશકને મદદના પ્રયાસોમાં મદદ કરવા માટે તેમના હેલિકોપ્ટર પૂરા પાડવાનો નિર્દેશ પણ આપ્યો હતો. બચાવવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે અને ખાદ્યપદાર્થો અને આવશ્યક ચીજવસ્તુઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. બુઝદારના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં, મુખ્યમંત્રીએ કહ્યું કે ફસાયેલા પ્રવાસીઓને બચાવવાની ટોચની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે લોકો માટે આરામગૃહો અને અન્ય જગ્યાઓ ખોલવામાં આવી છે. તેમણે કહ્યું કે પ્રવાસીઓને બચાવવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે, જ્યારે ખોરાક અને આવશ્યક વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે બરફમાં ફસાયેલા લોકોના મોત પર પણ દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેઓ આ દુઃખમાં પીડિત પરિવારોની સાથે છે. તેમણે કહ્યું કે આગલી રાતે આ વિસ્તારમાંથી ૨૩,૦૦૦થી વધુ કારને બહાર કાઢવામાં આવી હતી અને બચાવ કામગીરી ચાલી રહી હતી.


