National

પાકિસ્તાનના વડાપ્રધાનની પૂર્વ પત્નીની કાર પર ફાયરિંગ

પાકિસ્તાન
રેહમ ખાને ખુદ તેના પર થયેલા હુમલાની જાણકારી આપી હતી. તેમણે ટ્‌વીટ કર્યું કે તે તેના ભત્રીજાના લગ્નમાંથી પરત ફરી રહી હતી. ત્યારે બાઇક પર આવેલા બે લોકોએ તેની કાર પર ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન તેમણે મારી કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કારમાં મારા સુરક્ષાકર્મી અને ડ્રાઈવર પણ હાજર હતા. મેં પોતાની ગાડી બદલી. શું આ જ ઈમરાન ખાનનું નવું પાકિસ્તાન છે? લૂંટારાઓ, કાયરો અને લોભી લોકોના દેશમાં તમારું સ્વાગત છે. રેહમ ખાને અન્ય એક ટ્‌વીટમાં લખ્યું કે, હું પાકિસ્તાનમાં એક સામાન્ય નાગરિકની જેમ જીવવા અને મરવા માંગુ છું. ભલે મારા પર હુમલો થાય કે રસ્તા વચ્ચે કાયદો અને વ્યવસ્થાની વાત હોય, આ કહેવાતી સરકારે તેની જવાબદારી લેવી જાેઈએ. હું મારા દેશ માટે ગોળી ખાવા પણ તૈયાર છું. રેહમ ખાને આગળ લખ્યું, હું મૃત્યુ કે ઈજાથી નથી ડરતી, પરંતુ હું એ લોકો માટે ચિંતિત છું કે જે મારા માટે કામ કરે છે. રેહમ ખાનને ઈમરાન ખાનના સૌથી મોટા ટીકાકારોમાંની એક ગણવામાં આવે છે. તે ઘણીવાર ઈમરાન ખાન સરકાર પર નિશાન સાધતી રહે છે. તે સોશિયલ મીડિયા પર મોંઘવારી, પાકિસ્તાની રૂપિયાની કિંમતમાં ઘટાડો, હુમલા જેવા તમામ મુદ્દાઓ પર ઈમરાન સરકારને ઘેરી ચુકી છે.પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને દાવો કર્યો છે કે તેમની કાર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, તેમણે આ હુમલા માટે તેના પૂર્વ પતિ અને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે શું આ જ નવું પાકિસ્તાન છે?

Imran-Khan-Reham-Khan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *