National

પાકિસ્તાની બોલર હસનૈન ગેરકાયદે બોલિંગ એક્શન માટે સસ્પેન્ડ

પાકિસ્તાન
પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ હસનૈનને ગેરકાયદે બોલિંગ એક્શનને કારણે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું. ગ/ી મહિને હસનૈન બિગ બેશ લીગમાં સિડની થંડર્સ તરફથી રમી રહ્યો હતો ત્યારે ઓસ્ટ્રેલિયાના અમ્પાયર્સે તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. હસનૈન પાકિસ્તાન સુપર લીગમાં પણ રમવાનો હોવાથી તેની બોલિંગ એક્શનની ચકાસણી લાહોરમાં કરવામાં આવી હતી. ગેરકાયદે બોલિંગ એક્શન નિયમન અંતર્ગત જ્યાં સુધી મોહમ્મદ હસનૈનને બોલિંગ માટે ક્લિન ચીટ નહીં મળે ત્યાં સુધી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં તે બોલિંગ નહીં કરી શકે. ૨૧ વર્ષીય પાકિસ્તાની ક્રિકેટરે તેના દેશ તરફથી આઠ આંતરાષ્ટ્રીય વન-ડે અને ૧૮ ટી૨૦ મેચમાં ૨૯ વિકેટ ઝડપી છે. તે પાકિસ્તાનના ટોચના યુવાન ઝડપી બોલર્સ પૈકીનો એક છે. પાકિસ્તાન ક્રિકેટ લીગમાં હસનૈને ક્વેટ્ટા ગ્લેડિયેટર્સ તરફથી રમતા ત્રણ મેચમા ત્રણ વિકેટ ઝડપી હતી. જાેકે ગુરુવારે ઈસ્લામાબાદ યુનાઈટેડની મેચમાં તેને પડતો મુકવામાં આવ્યો હતો. હવે તે પીએસએલમાં એક પણ મેચ રમી શકશે નહીં. પીસીબીના મતે હસનૈનની બોલિંગમાં કેટલીક ખામીઓ છે. તેના બોલિંગ રિપોર્ટ અંગે નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી છે. હવે હસનૈન સલાહકાર સાથે મળીને તેની બોલિંગ એક્શન સુધારવા પ્રયાસ કરશે જેથી તે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં વહેલી તકે પુનરાગમન કરી શકે.

Mohammad-Hasnain-Pakistan-fasted-Bower.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *