National

પાકિસ્તાની મોહમ્મદ હાફીઝે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

પાકિસ્તાન
ક્રિકેટ જગતમાં પ્રોફેસરના નામથી પ્રખ્યાત મોહમ્મદ હફીઝે સોમવારે ગદ્દાફી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરીને પોતાનો ર્નિણય જણાવ્યા બાદ આ જાહેરાત કરી હતી.પાકિસ્તાન નેશનલ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ હાફીઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે સોમવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. હાફિઝે પાકિસ્તાન માટે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી. ચાલો તમને આ ઓલરાઉન્ડરના આંતરરાષ્ટ્રીય રેકોર્ડ વિશે જણાવીએ. ૪૧ વર્ષીય મોહમ્મદ હાફીઝે ૨૦૦૩માં ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ વનડે મેચ રમી હતી. તેણે ૨૦૦૩માં બાંગ્લાદેશ સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ પણ રમી હતી. ૧૮ વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં, હાફિઝે પાકિસ્તાન રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે ૧૦૫ ટેસ્ટ મેચોમાં ૩૬૫૨ રન બનાવ્યા. મોહમ્મદ હફીઝે ૨૧૮ વનડેમાં ૬૬૧૪ રન બનાવ્યા છે. ૨૦૦૬માં ટી૨૦માં પ્રવેશ કરનાર મોહમ્મદ હફીઝે તેની છેલ્લી મેચ ટી૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તેણે ૧૧૯ ્‌૨૦ મેચોમાં ૨૫૧૪ રન બનાવ્યા, અને ૬૧ વિકેટ લીધી. મોહમ્મદ હફીઝે તેની કારકિર્દીમાં ૩૨ પ્લેયર ઓફ ધ મેચ જીત્યા હતા. આ મામલામાં પાકિસ્તાનના ખેલાડીઓમાં માત્ર શાહિદ આફ્રિદી (૪૩), વસીમ અકરમ (૩૯) અને ઈન્ઝમામ-ઉલ-હક (૩૩) જ આગળ છે. હાફિઝ નવ વખત સિરીઝનો પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો અને ઈમરાન ખાન, ઈન્ઝમામ અને વકાર યુનિસ સાથે સંયુક્ત રીતે પાકિસ્તાન માટે ટોચ પર હતો. તે ૨૦૦૯માં વર્લ્‌ડ કપ જીતનાર ટીમનો પણ ભાગ હતો. તેમજ તેમની કેપ્ટનશીપમાં ટીમ ૨૦૧૨માં સેમી ફાઇનલમાં પહોંચી હતી. તેણે ્‌૨૦ ફોર્મેટમાં ૨૯ મેચોમાં કેપ્ટનશિપ કરી અને ૧૮માં જીત મેળવી.

Hafiz-Mahamad-All-Rounder-Pakistan-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *