ઇસ્લામાબાદ
પાકિસ્તાનના એક રેસ્ટોરેન્ટની ખુબ જ શરમજનક હરકત સામે આવી છે. જેના કારણે આ રેસ્ટોરેન્ટ વિવાદોમાં સપડાઈ છે. કરાચીની એક રેસ્ટોરન્ટના બોલિવૂડ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીના એક સીનની સોશિયલ મીડિયા ઉપર નાંખ્યો હતો. આ સીનમાં આલિયા ભટ્ટ છે. આલિયા ભટ્ટની વીડિયો ક્લિપને પુરુષ ગ્રાહકો માટે ઓફરની જેમ શેર કરવામાં આવી હતી. વીડિયો શેર કર્યા બાદ હવે નવો વિવાદ શરૂ થયો છે. એટલું જ નહીં પોસ્ટરની સાથે રેસ્ટોરન્ટના પુરુષો માટે ૨૫ ટકા છૂટની જાહેરાત કરી હતી. રેસ્ટોરન્ટ સ્વિંગના આ પોસ્ટરને કેપ્શનની સાથે શરે કર્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના કરાચી સ્થિતિ એક સ્વિંગ રેસ્ટોરન્ટે બોલિવૂડ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાબાડીના એક સીનનો ઉપયોગ કરીને પુરુષ ગ્રાહકોને ઓફર આપી હતી. રેસ્ટોરન્ટે આને પોતાના સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. જેની ભારે આલોચના થઈ રહી છે. વીડિયો ક્લિક ગંગૂબાઈ કાઠિયાવાડી ફિલ્મની છે. ફિલ્મમાં આલિયાએ એક વેશ્યાની ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ પ્રભાવશાળી વેશ્યાલયની માલિક બની ગઈ હતી. આ ફિલ્મમાં એક સીન છે જેમાં આલિયા ભટ્ટ ગ્રાહકોને રિઝાવવા માટે હાથથી ઈશારા કર્યા છે. કરાચીની આ રેસ્ટોરન્ટ હવે પબ્લિસિટી માટે આ સીનનો ઉપયોગ કર્યો છે. કરાચીની સ્વિંગ રેસ્ટોરન્ટના આલિયા ભટ્ટના એ પોસ્ટરની સાથે માત્ર પુરુષ ગ્રાહકો માટે ૨૫ ટકા છૂટની સાથે ઓફર કરી છે. ઉલ્લેખનીય છે કે રેસ્ટોરન્ટે સોમવારે આ ઓફર કાઢી હતી. જેની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘આજા ના રાજ, કિસકા ઈન્તજાર હૈ’ પાકિસ્તાનની રેસ્ટોરન્ટે આનો વીડિયો પોતાના ઈસ્ટાગ્રામ પેજ ઉપર પોસ્ટ કર્યો છે. રેસ્ટોરેન્ટની આ હરકત બાદ રેસ્ટોરન્ટની ચારે બાજુ નીંદા થઈ હતી. ઉલ્લેખનીય ચે કે આ પોસ્ટ જેવી જ રેસ્ટોરન્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર નાંખી ત્યારે અનેક યુઝર્સે આ પ્રકારના ગ્રાહકોને લલચાવવાના સીન ઉપર પોતાની સખત નારાજગી વ્યક્ત કરી હતી. એક યુઝર્સે લખ્યું હતું કે, તમારે હકીકતમાં એ જાેવાની જરૂરત છે કે અહીં શું રાખવામાં આવી રહ્યું છે. તમને જે પણ રજૂ કરવામાં આવે છે તેને યોગ્ય સાબિત કરવા માટે દર્દનાક સીનનો ઉપયોગ કરવો મૂર્ખતા છે.


