ઇસ્લામાબાદ
પાકિસ્તાન સંસદની કાર્યવાહી હજુ પણ શરૂ થઈ શકી નથી. અત્રે જણાવવાનું કે બિલાવલ ભુટ્ટોએ સ્પીકર સાથે મુલાકાત કરી છે. બીજી બાજુ વિપક્ષના નેતા મરિયમે દાવો કર્યો છે કે અમારી સાથે ૧૭૬ સાંસદ છે. ભારે હોબાળાના પગલે પાકિસ્તાનમાં સંસદની કાર્યવાહી બપોરે એક વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. બીજી બાજુ ઈમરાન ખાન હજુ સંસદ પહોંચ્યા નથી. પાકિસ્તાનની સંસદમાં વિપક્ષના નેતા શાહબાઝ શરીફે કહ્યું કે ઈમરાને દેશનું ધ્યાન રાખ્યું નથી. તેમણે સંસદમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના જણાવ્યાં મુજબ કાર્યવાહી થવી જાેઈએ. ઈમરાને પાકિસ્તાનનું ભવિષ્ય બરબાદ કર્યું. ઈમરાન ખાને પોતાના સાંસદોને મતદાન ટાળવાના નિર્દેશ આપ્યા છે. આ બધા વચ્ચે પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સંસદનું સત્ર આગામી અઠવાડિયા સુધી ચાલી શકે છે. શુક્રવારે પોતાના સંબોધનમાં ઈમરાન ખાને ફરીથી દોહરાવ્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે. જનતાને સંબોધિત કરતા ઈમરાન ખાને ફરીથી ભારતના વખાણ કર્યા. ત્યારબાદ મરિયમ નવાઝે કટાક્ષ કરતા કહ્યું કે જાે ઈમરાનને ભારત એટલું જ પસંદ હોય તો તેઓ પાકિસ્તાન છોડીને ત્યાં જતા રહે. પાકિસ્તાનના રાજકારણમાં આજનો દિવસ ખુબ મહત્વનો છે. કારણ કે નેશનલ એસેમ્બલીમાં આજે ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાન માટે સરકાર બચાવવી સહેલી નથી કારણ કે આ માટે ૧૭૨ના જાદુઈ આંકડાને પાર કરવો પડશે. બીજી બાજુ વિપક્ષે પણ કમર કસી છે. હવે જાેવાનું એ રહેશે કે કોની જીત થશે? ઈમરાન ખાન ક્લિન બોલ્ડ થશે કે પછી છેલ્લા બોલે સિક્સર વાગશે?
