પાકિસ્તાન
પાકિસ્તાની હિન્દુઓનું પ્રતિનિધિમંડળ ૨૦ જાન્યુઆરીએ ભારત પહોંચશે અને અનેક મંદિરોની મુલાકાત લેશે. જાે કે, તેઓ કયા મંદિરોની મુલાકાત લેશે તે હજુ સુધી જાણી શકાયું નથી અને પ્રતિનિધિમંડળમાં કેટલા ભક્તો હશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. બીજી તરફ, રવિવારે ભારત, અમેરિકા અને ગલ્ફ ક્ષેત્રના ૨૦૦ થી વધુ હિન્દુ શ્રદ્ધાળુઓએ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં ૧૦૦ વર્ષ જૂના મહારાજા પરમહંસ જી મંદિરની મુલાકાત લીધી હતી. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ૬૦૦ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. ખૈબર પખ્તુનખ્વાના કરક જિલ્લાના તેરી ગામમાં પરમહંસ જીના મંદિર અને ‘સમાધિ’નો ગયા વર્ષે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૦ માં એક ટોળાએ ત્યાં તોડફોડ કરી હતી. જેની વૈશ્વિક સ્તરે નિંદા કરવામાં આવી હતી. હિન્દુઓના સમૂહમાં ભારતના લગભગ ૨૦૦ યાત્રાળુઓ હતા. પંદર દુબઈના બાકીના યુએસ અને અન્ય ગલ્ફ રાજ્યોના હતા. ભારતીય પ્રવાસીઓ લાહોર નજીક વાઘા બોર્ડર પાર કરી ગયા હતા અને સશસ્ત્ર કર્મચારીઓ દ્વારા તેમને મંદિર સુધી લઈ જવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના સહયોગથી પાકિસ્તાન હિંદુ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું હતું. મહારાજા પરમહંસનું ૧૯૧૯માં તેરી ગામમાં અવસાન થયું હતું. પાકિસ્તાનના કટ્ટરપંથીઓ દરરોજ હિંદુ મંદિરો પર હુમલા કરે છે અને તોડફોડ કરે છે. જેની સમગ્ર વિશ્વમાં નિંદા પણ થઈ રહી છે. પરંતુ સરકાર અને અદાલતો આ જગ્યાઓનું પુનઃનિર્માણ કરવાનો આદેશ આપી રહી છે. વર્ષ ૨૦૧૭નો કિસ્સો ધ્યાનમાં લો. ત્યારબાદ પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મિયાં સાકિબ નિસારની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચે કટાસરાજ મંદિરની બગડતી હાલત અંગે સુનાવણી કરી. તેમણે મંદિરમાં ભગવાન રામ, શિવ અને હનુમાનજીની મૂર્તિઓ ન હોવા પર નારાજગી વ્યક્ત કરી હતી. નારાજગી વ્યક્ત કરતાં ચીફ જસ્ટિસે પૂછ્યું કે આ મામલે વહીવટીતંત્ર કેમ બેદરકાર છે.પાકિસ્તાની હિન્દુઓનું એક પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં ભારતમાં મંદિરોની મુલાકાત લેશે. અધિકારીઓએ રવિવારે અહીં આ માહિતી આપી છે. સરકાર દેશમાં લઘુમતીઓ માટે ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપી રહી છે. પાકિસ્તાન હિંદુ પરિષદના વડા રમેશ કુમારે તેને “ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં એક મોટું પગલું” ગણાવ્યું હતું.
