National

પાકિસ્તાન સરકારે લગાવ્યો ખતરનાક ટેક્સ કે “દેશના પૈસાદાર લોકો પર ૧૦ ટકાનો ટેકસનો વધારો” પ્રધાનમંત્રી શહબાજ શરીફે જાહેર કર્યું કે “દેશના પૈસાદાર લોકો પર ૧૦ ટકા સુપર ટેક્સ લગાવવાની તૈયારી છે”

પાકિસ્તાન
પાકિસ્તાનની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. આવામાં ત્યાંની જાે અર્થવ્યવસ્થાની સ્થિતિની વાત કરીએ તો એ સંપૂર્ણ રીતે તો તૂટી જ ગઈ છે તેવું માની લેવું પડે. ઘણા દેશો પાસે દેવું કર્યા બાદ હવે પાકિસ્તાનની નવાજ શરીફ સરકારે આ આર્થિક સંકટનો સામનો કરવા માટે એક નવો માર્ગ શોધ્યો છે. પ્રધાનમંત્રી શહબાજ શરીફે જાહેર કર્યું કે હવે તે દેશના પૈસાદાર લોકો પર ૧૦ ટકા સુપર ટેક્સ લગાવવાની તૈયારી કરી રહ્યા છે. પૈસાદાર સાથે આ સુપર ટેક્સના દાયરામાં લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ પણ આવશે. અત્યાર સુધી સામે આવેલા નિયમો અનુસાર આ નવા સુપર ટેક્સના દાયરામાં લોકોને તેમની આવકના હિસાબથી રાખવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે, જે લોકોની વાર્ષિક આવક ૧૫૦ મિલિયનથી વધારે છે તેમના પર ૧ ટકા, ૨૦૦ મિલિયનથી વધારે આવકવાળા લોકો પર ૨ ટકા, ૨૫૦ મિલિયનથી વધારે આવકવાળા પર ૩ ટકા અને જેમની વાર્ષિક આવક ૩૦૦ મિલિયનથી વધારે છે તેમના પર ૪ ટકાનો ટેક્સ લગાવવામાં આવશે. એટલું જ નહીં ઘણી ઇન્ડસ્ટ્રીઝ પણ તેના દાયરામાં આવશે. જેમાં સીમેન્ટ, સ્ટીલ, શુગર, તેલ તેમજ ગેસ, ફર્ટિલાઈઝર, એલએનજી ટર્મિનલ્સ, ટેક્સટાઈલ્સ, બેંકિંગ, ઓટોમોબાઈલ, સિગરેટ, માદક પદાર્થ, કેમિકલ્સ, એરલાઈન્સને આ દાયરામાં સામેલ કરવામાં આવી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફની આ જાહેરાત બાદ પાકિસ્તાની સ્ટોક એક્સચેન્જનો ગ્રાફ તૂટ્યો છે. દિવસભરમાં માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે. અહીંના કેએસઈ-૧૦૦ ઇન્ડેક્સમાં ૨૦૫૩ પોઈન્ટનો ભારે ઘટાડો આવ્યો છે. પ્રધાનમંત્રીની જાહેરાત બાદ જ્યારે સોશિયલ મીડિયાથી લઇને સ્ટોક માર્કેટ સુધી આ મામલે નકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે ત્યારે નાણામંત્રી મિફ્તા ઇસ્માઈલે આ મામલે ટ્‌વીટ કરી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે આ ૧૦ ટકા સુપર ટેક્સ તેમણે કહ્યું કે આ વન ટાઈમ ટેક્સ હશે. આ ર્નિણય છેલ્લા ૪ બજેટના નુકસાન બાદ લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, દેશને ગંભીર સંકટથી બચાવવા માટે ગઠબંધન સરકારે આ ર્નિણય લીધો છે.

Prime-Minister-Shahbaz-Sharif-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *