National

પાક. મોસ્ટ વોન્ટેડ આતંકી મોહમ્મદ ખુરાસાની અફધાનમાં ઠાર

પાકિસ્તાન
ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ ખુરાસાની વારંવાર કાબુલ જતો હતો. અગાઉ, તે ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાન આદિવાસી જિલ્લામાં આતંકવાદી ઠેકાણાનું સંચાલન કરી રહ્યો હતો, પરંતુ ૨૦૧૪માં ઓપરેશન ઝરબ-એ-અઝાબ દરમિયાન અફઘાનિસ્તાન ભાગી ગયો હતો. ટીટીપી અને પાકિસ્તાન આર્મી વચ્ચે એક મહિના સુધી ચાલેલા યુદ્ધવિરામના ભંગ બાદ તેમની હત્યા થઈ હતી. ્‌્‌ઁ એ ૯મી નવેમ્બર, ૨૦૨૧ થી એક મહિના માટે તમામ હુમલાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી.પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો પ્રવક્તા અને આતંકવાદી જૂથનો મોસ્ટ વોન્ટેડ કમાન્ડર ઉર્ફે મોહમ્મદ ખુરાસાની પાકિસ્તાનની સરહદે આવેલા અફઘાનિસ્તાનના પૂર્વી નંગરહાર પ્રાંતમાં માર્યો ગયો છે. ્‌્‌ઁ પાકિસ્તાનમાં અનેક હુમલાઓ કરી ચૂક્યું છે. સૌથી ભયાનક ૨૦૧૪માં મિલિટરી સ્કૂલ પર હુમલો હતો, જેમાં ૧૫૦ થી વધુ બાળકો માર્યા ગયા હતા. સંરક્ષણ સૂત્રોએ અહીં વિગતો આપ્યા વિના જણાવ્યું કે, ્‌્‌ઁ કમાન્ડર ખુરાસાની અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં માર્યો ગયો છે. તેણે કહ્યું કે, તે પાકિસ્તાનમાં નાગરિકો અને સુરક્ષાકર્મીઓની હત્યામાં સામેલ હતો. એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ ખુરાસાની માર્યા ગયાની પુષ્ટિ કરી હતી, પરંતુ તેની વધુ વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો હતો. પાકિસ્તાનના એક અધિકારીએ કહ્યું, ‘અમે અફઘાનિસ્તાનમાંથી માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છીએ કે ખોરાસાનીને કેવી રીતે શોધી કાઢવામાં આવ્યો અને તેની હત્યા કરવામાં આવી. મોહમ્મદ ખુરાસાની પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારનો રહેવાસી હતો. તે ૨૦૦૭ની આસપાસ ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત ક્ષેત્રમાં ઉગ્રવાદી રેન્કમાં જાેડાયો હતો. સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, તે આતંકવાદી નેતા મુલ્લા ફઝલુલ્લાહની નજીક બની ગયો હતો, જે બાદમાં ટીટીપીનો ચીફ બન્યો હતો. ખુરાસાનીને ૨૦૧૪માં ્‌્‌ઁનો પ્રવક્તા બનાવવામાં આવ્યો હતો અને ત્યારથી તેણે આતંકવાદીઓના પ્રચાર અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, તે તાજેતરમાં ્‌્‌ઁ વડા મુફ્તી નૂર વલી મહેસૂદના નેતૃત્વમાં વિવિધ આતંકવાદી જૂથોને એક કરવા માટે સક્રિય બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *