પાણીપત
હરિયાણાના પાણીપત જિલ્લામાં બાબરપુર વળાંક પર કોલેજ જતી યુવતી ક્રેનથી કચડાઇ ગઈ હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન લોકોએ જાેયું કે ક્રેનનો ડ્રાઈવર સગીર છે. પોલીસ કંટ્રોલ રૂમ નંબર ડાયલ ૧૧૨ પર અકસ્માતની માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક વિદ્યાર્થિનીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ત્યારે આ મામલે સદર પોલીસ સ્ટેશને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ૧૯ વર્ષની સાક્ષી બાબરપુર મંડીની રહેવાસી હતી. સાક્ષી એન્જિનિયરિંગના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની હતી અને ૬૫ વર્ષના દાદા સુભાષ તેને કોલેજમાં મૂકવા જતા હતા. આ દરમિયાન સગીર ડ્રાઈવરે બંને પર હાઈડ્રા ચઢાવી દીધી હતી. જેમાં દાદાની નજર સામે જ પૌત્રીનું કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે દાદા ગંભીર રીતે ઘાયલ થયા હતા. સાક્ષીના પિતા દીપક બાબરપુર મંડીમાં કરિયાણાની દુકાન ચલાવે છે. સાક્ષી સૌથી મોટી પુત્રી હતી. તેમને નાનો પુત્ર પણ છે. પુત્રીના અચાનક દર્દનાક મોતથી પરીવારમાં કલ્પાંત સર્જાયો હતો. બીજી તરફ ૧૪ વર્ષીય આરોપી અકસ્માત પછી સ્થળ પર હાઇડ્રાને છોડીને ભાગી રહ્યો હતો. જાેકે, ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો હતો. હાલ પોલીસે આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. પોલીસ આરોપી ડ્રાઈવરની પૂછપરછ કરી રહી છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.હરિયાણાના પાણીપત જિલ્લામાં ગુરુવારે સવારે કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. જિલ્લાના બાબરપુર વળાંક પર દાદા સાથે કોલેજ જઈ રહેલી વિદ્યાર્થિનીને ક્રેને કચડી નાખી હતી. જેમાં વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાથે જ તેના દાદા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તે જ સમયે લોકોએ ક્રેન ચાલકને પકડી લીધો હતો. ક્રેન ચાલક સગીર હોવાનું કહેવાય છે. જેથી લોકોમાં રોષ ફેલાયો હતો. બનાવને પગલે મૃતકના પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવમાં આરોપી ડ્રાઇવરને પોલીસે સકંજામાં લીધો છે.