National

પીઓકેના પ્રધાનમંત્રીએ રાજીનામું આપતા, ઇમરાન ખાનને વધુ એક પડ્યો આંચકો

ઇસ્લામાબાદ
પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના પ્રધાનમંત્રી સરદાર અબ્દુલ કય્યૂમ નિયાજીએ સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ પાર્ટીમાં તેમના વિરૂદ્ધ વિદ્રોહ બાદ રાજીનામું આપ્યું છે. જે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન માટે વધુ એક મોટો આંચકો છે. પીટીઆઇના પ્રમુખ ઇમરાન ખાન તરફથી ચૂંટાયેલા નિયાજીએ રાજીનામું આપ્યું છે. પાર્ટીના ૨૫ સાંસદોએ તેમની જગ્યાએ પાર્ટીના ક્ષેત્રીય અધ્યક્ષ સરદાર તનવીર ઇલિયાસને ર્ઁદ્ભ ના પ્રધાનમંત્રી બનાવવા માટે નિયાજી વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેના થોડા દિવસ પહેલાં ઇમરાન ખાન નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં હારી ગયા હતા. નિયાજીએ પીઓકેના રાષ્ટ્રપતિ સુલ્તાન મહમૂદ ચૌધરીને ૧૪ એપ્રિલના રોજ મોકલેલા રાજીનામામાં લખ્યું ‘હું સૈવિધાનિકના અનુચ્છેદ ૧૬ (૧) હેઠળ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપવા માંગુ છું.’ રાષ્ટ્રપતિ મામલાના સચિવ ડો. આસિફ હુસૈન શાહે ચૌધરીની તરફથી નિયાજીનું રાજીનામું મંજૂર કરી લેવાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે ઔપચારિક નોટિફિકેશન જાહેર કરવા માટે તેને મુખ્ય સચિવ પાસે મોકલી દેવામાં આવ્યું છે. સરદાર અબ્દુલ કય્યૂમ નિયાજી ૫૩ સભ્યોની સદનમાં પીટીઆઇ દ્વારા ૩૨ સીટ જીત્યા બાદ ગત વર્ષે પ્રધાનમંત્રી બન્યા હતા. ભારતે પીઓકે ચૂંટણીને ફક્ત દેખાડો ગણાવતાં નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ પાકિસ્તાનની તેના અવૈધ કબજાને સંતાડવાનો પ્રયત્ન છે. પીઓકેમાં ચૂંટણી પર આકરી પ્રતિક્રિયા આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે પાકિસ્તાનના આ ભારતીય વિસ્તારો પર કોઇ અધિકાર નથી અને તેને તે તમામ ભારતીય વિસ્તારોને ખાલી કરાવવા જાેઇએ. જ્યાં તેને અવૈધ કબજાે કરી લીધો છે. તેમણે કહ્યું હતું કે ‘આ પ્રકારની કવાયદ ના તો પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા અવૈધ કબજાને છુપાવી શકે છે ના તો કબજાવાળા આ વિસ્તારોમાં માનવાધિકારોનું ઉલ્લંઘન, શોષણ અને લોકોને સ્વતંત્રતાથી વંચિત રાખવા પર પડદો ઢાંકી શકે છે. સત્તારૂઢ પાર્ટીના સાંસદોએ નિયાજી પર સંસદીય દળનો વિશ્વાસ ગુમાવવા, કાશ્મીર મુદ્દાને ઉજાગર કરવામાં નિષ્ફળ રહેવા અને પાર્ટીના ઘોષણાપત્રને લાગૂ કરવામાં નિષ્ફળ રહેવા ઉપરાંત કુશાસન, ભાઇ-ભત્રીજાવાદ અને માપદંડોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *