પ્રયાગરાજ
પ્રયાગરાજના કર્નલગંજ વિસ્તારના મેયોહાલ ચોક પાસેનો છે. અહીં રહેનાર આશીષ ખરે નામના એક વ્યક્તિએ પોતાના ઘરના ઉપરના માળને છોકરીઓને હોસ્ટેલ રૂપે આપ્યો હતો. તેમાં ઘણી છોકરીઓ રહેતી હતી. આરોપ છે કે આશીષે બાથરૂમના શાઅરમાં એક કેમેરો સંતાડ્યો હતો. આ કેમેરામાં રેકોર્ડ થયેલા ફૂટેજ તે પોતાના કોમ્યુટર પર સેવ કરી લેતો હતો. પોલીસે સ્પાઇ કેમેરાની સાથે જ કોમ્યુટર અને તેની હાર્ડડિસ્કને પણ પોતાના કબજામાં લઇ લીધો છે. પોલીસનું કહેવું છે કે બાથરૂમના શાવરમાં કેમેરા એ પ્રકારે લગાવ્યા હતા કે તે સરળતાથી જાેઇ શકતા નથી. તેનું વાયરીંગ પણ પાઇપની અંદરથી કરવામાં આવ્યું હતું. પ્રયાગરાજમાં હડકંપ મચી ગયો છે. આરોપી હોસ્ટેલના સંચાલક આશીષ ખરેને ત્યાં રહેનાર છોકરીઓ અંકલ કહીને બોલાવતી હતી. પરંતુ આ કલયુગી અંકલ તેમના વીડિયો રેકોર્ડ કરી તેમને સેવ કરી રહ્યો હતો. પ્રયાગરાજના કર્નલગંજ સર્કલના સીઓ પોલીસ અજીત સિંહ ચૌહાણના અનુસાર આ વીડિયો ક્લિપ્સ બાદમાં છોકરીઓને બ્લેકમેલ કરી શકતો હતો. છોકરીઓની ઇજ્જતને ખતરામાં મુકી શકે છે. સંગમ નગરી પ્રયાગરાજમાં એક ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં સ્પાઇ કેમેરા લગાવીને છોકરીઓના વીડિયો બનાવવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. છોકરીઓની ફરિયાદના આધારે પોલીસે ના ફક્ત સ્પાઇ કેમેરા જપ્ત કરી ચોંકાવનારો ખુલાસો કર્યો છે, પરંતુ હોસ્ટેલ સંચાલકની ધરપકડ પણ કરી લીધી છે. પોલીસે પકડાયેલા વ્યક્તિના કોમ્યુટરમાંથી છોકરીઓના વીડિયો પણ પ્રાપ્ત કર્યા છે. ઓફિસરોનું કહેવું છે કે આ મામલે હોસ્ટેલ સંચાલક વિરૂદ્ધ કડડ કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે કે બીજા લોકો તેમાં સામેલ છે કે નહી.