પટણા
બિહારના કૈમુર જીલ્લામાં એક મહિલા ધરેલુ વિવાદને કારણે પોતાના ત્રણ બાળકોની સાથે કુવામાં કુદી પડી હતી આ ઘટના જીલ્લાના ભગવાનપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પતેરિયા ગામની છે.કહેવાય છે કેમહિલાએ પહેલા એક એક કરી પોતાના ત્રણ બાળકોને કુવામાં ફેંક્યા હતાં અને ત્યારબાદ ખુદ પણ કુદી પડી હતી. જયારે ઘરમાંથી બાળકો અને મહિલા ગુમ જાેઇ પરિવારજનોએ તપાસ શરૂ કરી ત્યારે કુવાની પાસે ચપ્પલ પડયા હતાં અને જાેયું તો માતા અને બાળકો તેની અંદર હતાં આથી ગ્રામીણોએ એક એક કરી તેમના શબ કુવામાંથી બહાર કાઢયા હતાં અને પોલીસને જાણ કરી હતી પોલીસે પોસ્ટમોર્ટમ માટે શબોને સદર હોસ્પિટલ મોકલી આપ્યા છે અને મૃતક મહિલાના પતિને હિરાસતમાં લઇ પુછપરછ શરૂ કરી છે. કહેવાય છે કે મૃતક મહિલાને પોતાના પતિ સાથે કોઇ વાતને લઇ વિવાદ થયો હતો અને ત્યારબાદ પતિ પોતાના કામ પર ચાલ્યો ગયો હતો તે એક ખાનગી સ્કુલમાં બસનો ડ્રાઇવરનું કામ કરે છે ત્યારબાદ મહિલા પોતાના સાસુ સસરાને એમ કહીને નિકળી કે ભગવાનપુર બાળકોને લઇ દવા લેવા જાય છે જાે કે તેને કોઇએ બસમાં ચઢતી જાેઇ ન હતાં ખુબ સમય વિત્યા બાદ પણ તેઓ પાછા ન આવતા પરિવારજનો અને તેના પતિએ શોધ શરૂ કરી હતી અને પાસેના એક કુવામાં મહિલાની ચપ્પલ જાેઇ અને તેની શંકા ગઇ ત્યારબાદ મહિલા સહિત બાળકોના શબ બહાર કાઢવામાં આવ્યા હતાં આ ઘટનાથી સમગ્ર ગામમાં મામત છવાઇ ગયો છે. મૃતક મહિલાના પિતાએ પોલીસને કહ્યું કે તેમને કોઇ પણ વિવાદની કોઇ માહિતી નથી જમાઇનો વ્યવહાર સારો હતો આ ઘટના કેમ અને કેવી રીતે થઇ તે કંઇ પણ સમજમાં આવતુ નથી સ્થાનિક લોકોનું કહેવુ છે કે પતિ અને પત્ત્ની વચ્ચે વિવાદ હતો સ્થાનિક જનપ્રતિનિધિ પ્રશાસનથી વળતરની માંગ કરી રહ્યાં છે.પોલીસે કહ્યું કે એક યુવતી અને બે યુવક અને તેની માતાના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને વધુ તપાસ શરૂ કરાઇ છે.
