National

ભાજપ એવી જ છે, તેની નીચે આરએસએસની ઊંડી સંરચના છે ઃ પ્રશાંત કિશોર

પટણા
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તુલના કોફી સાથે કરી હતી. પ્રશાંત કિશોરે કહ્યું કે, ભાજપ તે ફીણની જેમ છે જે ઉપરના હિસ્સામાં હોય છે, જ્યારે અસલી વસ્તુ નીચે છે જે તેનું મૂળ શરીર છે. પ્રશાંત કિશોર અત્યારે રાજ્યવ્યાપી ૩,૫૦૦ કિલોમીટર લાંબી પદ યાત્રા કરી રહ્યા છે. પદયાત્રા દરમિયાન તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે, તેમને એ અનુભવવામાં ખૂબ સમય લાગ્યો કે નાથુરામ ઘોડસેની વિચારધારાને, ગાંધીની કોંગ્રેસને જ પુનર્જીવિત કરીને હરાવી શકાય છે અને અને એ સારું હોત હું નીતિશ કુમાર, જગન મોહન જેવા લોકોની મદદ કરવાની જગ્યાએ એ દિશામાં કામ કરતો. આઇપેકના સંસ્થાપક પ્રશાંત કિશોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રથને રોકવામાં વિપક્ષી એકજૂથતાની પ્રભાવશીલતા પર શંકા કરતા રહ્યા છે. તેમણે ભાર આપીને કહ્યું કે, જ્યાં સુધી કોઈ એમ નથી સમજતું કે તેઓ શું છે, ત્યાં સુધી કોઈ પણ ભાજપને હરાવી નહીં શકે. તેમણે આગળ પૂછ્યું કે, શું તમે ક્યારેય એક કોફી કપને જાેયો છે? જેમ તેની સૌથી ઉપર ફીણ હોય છે, ભાજપ એવી જ છે. તેની નીચે આરએસએસની ઊંડી સંરચના છે. આરએસએસએ સામાજિક તાણા-વાણા ખરાબ કરી લીધા છે. તેને હવે શોર્ટકટ રીતે નહીં હરાવી શકાય. પ્રશાંત કિશોરે વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચૂંટણી પ્રચાર અભિયાન સંભાળ્યું હતું. આ ચૂંટણીમાં ભાજપે બહુમત હાંસલ કરીને સરકાર બનાવી હતી. પ્રશાંત કિશોર પદયાત્રા દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ નિશાનો સાધી રહ્યા છે અને તેમને ભાજપના એજન્ટ કહી રહ્યા છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે, જ્યારે હું જનતા દળ યુનાઈટેડનો રાષ્ટ્રીય અધ્યક્ષ હતો, ત્યારે દેશમાં સીએએ એનઆરસી વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યો હતો. તેમણે આગળ કહ્યું કે, મને એ જાણીને હેરાની થઈ કે, મારી પાર્ટીના સાંસદોએ પણ સંસદમાં નાગરિકતા સંશોધન બિલના પક્ષમાં મતદાન કર્યું. એ સમયે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમાર હતા. તેમનો મારી સાથે સામનો થયો તો તેમણે દાવો કર્યો કે, તેઓ પ્રવાસ પર હતા એટલે તેમને આ ડેવલપમેન્ટ બાબતે જાણકારી નથી, પરંતુ તેમણે મને આશ્વાસન આપ્યું કે તેઓ બિહારમાં એનઆરસીને મંજૂરી નહીં આપે. તેમના બેવડા વલણથી મને અનુભવ થયો કે હું તેમની સાથે કામ નહીં કરી શકું. ત્યારબાદ પ્રશાંત કિશોરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *