National

માતાએ તેની ૪ વર્ષની દીકરીને બિલ્ડિંગના ચોથા માળેથી નીચે ફેંકી દીધી

બેંગલુરું
બેંગલુરુમાં એક એવી ઘટના સામે આવી છે, જે જાેઈને કોઈનું પણ કાળજું કંપી જાય. મમતાને શર્મસાર કરતી આ ઘટનામાં એક મહિલાએ પોતાની કૂખેથી જેને જન્મ આપ્યો તે ચાર વર્ષની દીકરીને બિલ્ડિંગના ચોથા માળેથી નીચે ફેંકી દીધી. બાળકીનો વાંક એટલો જ હતો કે તે મૂક બધિર અને માનસિક રીતે અસ્થિર હતી, એટલે માતા તેનાથી છૂટકારો મેળવવા માગતી હતી. વ્યવસાયે ડેન્ટિસ્ટ મહિલા પોતાની દિકરીને ઈમારત પરથી નીચે ફેંકતા જરા પણ ન ખચકાઈ. આ અત્યંત આઘાતજનક ઘટના ૪ ઓગસ્ટના રોજ બેંગલુરુના એસ આર નગરની છે, જેમાં તબીબ જેવી ઉચ્ચ શિક્ષિત મહિલા પોતાના જ બાળકનો જીવ લેતા ન ખચકાઈ. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બાળકીને નીચે ફેંક્યા બાદ મહિલા પોતે પણ નીચે કૂદવાનું નાટક કરે છે. જાે કે પાડોશીઓ તેને આમ કરતા રોકી લે છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે મહિલાની ધરપકડ કરી છે. એવું પણ કહેવાય છે કે બાળકીની માનસિક રીતે અસ્થિર હાલત જાેઈને માતા ડિપ્રેશનમાં જતી રહી હતી અને થોડા સમયથી કોઈ કામ કરતી નહતી. પોલીસ હાલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે પણ આ વીડિયો જુએ છે તે માતા પર ફિટકાર વરસાવે છે. એક મૂક બધીર બાળકીને આ રીતે મોતને ઘાટ પહોંચાડવાનો એક માતાનો જીવ કેમ ચાલ્યો? આ પ્રશ્ન દરેકના મનમાં ઉઠી રહ્યો છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *