મુઝફ્ફરપુર
એસિડ એટેકની આ ઘટના મુઝફ્ફરપુરના કુઢની વિસ્તારની છે. પીડિતા ગુરુવારે રાત્રે તેના રૂમમાં એકલી સૂતી હતી. અંધારામાં મોડી રાત્રે એક યુવક પીડિતાના ઘરમાં ઘુસી ગયો અને તેના પર એસિડથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં કમરનો નીચેનો ભાગ ખરાબ રીતે દાઝી ગયો છે. બાળકીએ બૂમો પાડતાં બાજુના રૂમમાં સૂતેલા દાદી જાગી ગયા હતા. જ્યારે દાદીએ છોકરીના રૂમમાં જઈને જાેયું તો પીડિતા પીડાથી રડી રહી હતી. બાદમાં બીજા રૂમમાં સૂઈ રહેલા પિતા અને ભાઈ પણ ત્યાં પહોંચી ગયા હતા. એસિડ એટેકની ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોર યુવક આરામથી ફરતો રહ્યો હતો. કિશોરીને જીદ્ભસ્ઝ્રૐમાં લઈ જવામાં આવી હતી. તેમની ગંભીર હાલતને જાેતા તેમને પટના એઈમ્સમાં રિફર કરવામાં આવી હતી. હાલમાં, ૧૭ વર્ષીય છોકરી છૈંૈંસ્જી પટનાના સર્જરી વિભાગમાં સારવાર હેઠળ છે. તે જ સમયે સ્થાનિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના વિશે પોલીસે જણાવ્યું હતું કે, કિશોરી સૂઈ રહી હતી, તેથી તે હુમલાખોરને જાેઈ કે ઓળખી શકતી નહોતી. કહેવાય છે કે કિશોરીની માતા નથી. પિતા શહેરમાં જ એક દુકાનમાં કામ કરે છે. પીડિતાએ મેટ્રિક પછી અભ્યાસ છોડી દીધો હતો. મહિલાઓ પર અત્યાચાર અને એસિડ અટેકની ઘટનાઓ બંધ થવાનુ નામ નથી લઇ રહી.એસિડ એટેક સંબંધિત મામલામાં ખૂબ જ કડક સજાની જાેગવાઈ કરવામાં આવી છે, છતાં એસિડ એટેકની ઘટનાઓ અટકી રહી નથી. બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કિશોરીના ઘરમાં ઘુસીને તેના પર એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ એસિડ એટેકમાં યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી. યુવતી ગંભીર રીતે ઘાયલ થતા પીડિતાને પટના એઈમ્સના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી છે. અચાનક એસિડ એટેકથી કિશોરીના પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા. એસિડ એટેકની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.