National

રવાંડાની જેલમાં મરેલા કેદીઓને ખાઈને કરાય છે પાર્ટી…

રવાંડા
બ્રૂટલ જેલ રવાંડાની રાજધાની કિગલીમાં બનાવવામાં આવી છે. તેનું નિર્માણ ૧૯૬૯માં થયું હતું. સૌથી પહેલાં તેને બ્રિટિશ મજૂરોના રહેવા માટે બનાવી હતી. પરંતુ પછી તેને જેલમાં બદલી દેવામાં આવી. આ જેલની ક્ષમતા ચારસો કેદીઓની છે. પરંતુ હાલ ત્યાં ૭ હજારથી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે. આ તો કંઈ જ નથી. જ્યારે ૧૯૯૦માં રવાંડા જેનોસાઈડ થયું હતું ત્યારે ત્યાં લગભગ ૫૦ હજાર કેદીઓને ભરવામાં આવ્યા હતા. આ જેલમાં હંમેશાથી કેદીઓને જાનવરોની જેમ ભરવામાં આવે છે. ત્યાં કેદીઓને બેસવાની પણ જગ્યા નથી મળતી. ઘણા કેદીઓ તો ટોયલેટમાં ભરાયેલા રહે છે. જેલના કમાન્ડરનું પણ માનવું છે કે, આ જેલમાં ઘણા કેદીઓ નિર્દોષ છે. છતાં પણ તેમને આ નર્કમાં રહેવું પડે છે. પરંતુ અમુક કેદીઓ એટલા ખુંખાર છે કે, તેમને જાનવરોની જેમ ટ્રીટ કરવા જરૂરી છે. આ કેદીઓ જેલની સજા ભોગવીને પણ સુધરી નથી શકતાં. ઉલટાનું તેઓ વધારે ખુંખાર બની જાય છે. આ જેલમાં રહેનારા કેદીઓમાંથી દરરોજ ૬ કેદીઓની મોત થાય છે. આ કેદીઓને દરરોજ ખાવા માટે ઓછું ભોજન આપવામાં આવે છે. જેના કારણે તેઓ અંદરો અંદર ઝગડા કરે છે. કમજાેર કેદીઓ પાસેથી તાકાતવર કેદીઓ જમવાનું છીનવી લે છે. જ્યારે આ વાતની ફરિયાદ કરવામાં આવે તો તેમને બેહરમીથી મારવામાં આવે છે. ઘણા કેદીઓએ તો એ વાત પણ માની છે કે, આ જેલમાં કોઈ કેદીની મોત થાય તો બીજા કેદી તેની લાશને ખાઈ જાય છે. જેલના કેદીઓને નામમાત્રનું જમવાનું અપાઈ છે. જેના કારણે તેઓ જીવતા કેદીઓને બટકા ભરીને ખાય જાય છે.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *