National

રાતના સમયે પ્રેમીને બોલાવતી, પત્નીનો આવી રીતે ફુટ્યો ભાંડો, જાણો સમગ્ર મામલો

સીકર
રાજસ્થાનના સીકર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પત્ની ચાર વર્ષથી પોતાના પતિને રાતે ઊંદની ગોળીઓ ખવડાવતી રહી હતી. નશામાં પતિ સુઈ ગયા બાદ તે પોતાના પ્રેમીને બોલાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. દિવસમાં પતિ કામે જતો રહે ત્યાર બાદ પણ પ્રેમીને બોલાવી લેતી હતી. લાંબા સમય સુધી આરોપી પત્ની આવી જ રીતે પોતાના પ્રેમીને મળતી રહેતી હતી. આ તમામની વચ્ચે આરોપી મહિલાનો પ્રેમી તેને મળવા આવ્યો તો બાળકોએ રાતના સમયે પોતાના પિતાને જગાડીને માતાની કરતૂત વિશે બતાવી દીધું. જે બાદ પતિએ બીજા રૂમમાં પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં પકડી પાડી હતી. જાે કે, આરોપી પ્રેમી પતિને ચાકૂ બતાવીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પીડિત પતિનો આરોપ છે કે, પોલીસમાં ફરિયાદ કર્યા બાદ પણ કાર્યવાહી કરવામાં આવી નહીં. જે બાદ અન્ય જગ્યાએ ફરિયાદ નોંધાવી અને હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, પીડિત પતિ દયારામે રામગઢ શેખાવટી પોલીસને આપેલા પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ૨૦૧૬માં તેના લગ્ન સોનૂ દેવી સાથે થયા હતા. લગ્ન બાદ તે પોતાની સાથે રામગઢમાં રહેતી હતી. થોડા વર્ષ સુધી તો બધુ બરાબર ચાલ્યું, પણ લગભગ ત્રણ વર્ષ બાદ પોતાની પત્ની સોનૂના ચરિત્ર વિશે કેટલાય કાંડ સામે આવ્યા. તેને ખબર પડી કે, તેની પત્ની તે કામ પર ગયા બાદ તેના પ્રેમી કૈલાશને ઘરે બોલાવતી હતી. સાથે જ રાતના સમયે તેને ખાવામાં નશાની દવા આપીને સુવડાવી દેતી હતી અને બાદમાં પ્રેમીને બોલાવી તેની સાથે મજા માણતી હતી. પીડિત પતિએ આરો લગાવ્યો કે, તેની પત્ની દિવસમાં બાળકો સામે પણ પ્રેમીને ઘરે બોલાવીને તેની સામે ગંદી હરકતો કરતી હતી. તેનો પ્રેમી કોઈને પણ કંઈ બતાવવા પર બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપતી હતી. ડરના કારણે બાળકો કંઈ બતાવી શકતા નહોતા. એક જૂનની રાતે તેની પત્નીએ ખાવામાં દવા ભેળવી સુવડાવી દીધો, ત્યાર બાદ પ્રેમી કૈલાશ આવ્યો, પણ બાળકો જાગી ગયા, તેણે પિતાને જગાડી આખી વાત કહી દીધી. જે બાદ દયારામે બીજા રૂમમાં જઈને જાેયું તો, તે ચોંકી ગયો, તેની પત્ની સોનૂ અને તેનો પ્રેમી કૈલાશ કઢંગી હાલતમાં પલંગ પર આળોટી રહ્યા હતા. જે બાદ કૈલાશ અને તેની પત્નીએ પતિને માર્યો અને ચાકૂ બતાવીને પ્રેમી ફરાર થઈ ગયો, આ દરમિયાન તે ઘરમાંથી મોબાઈલ અને ૨૫ હજાર રૂપિયા પણ લઈને ફરાર થયો. બીજા દિવસે પીડિત દયારામ રામગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં. આરોપ છે કે, પોલીસે કાર્યવાહી નહીં કરવાના કારણે આરોપી ફરી એક વાર તેના ઘરમાંથી ઘરેણા અને રોકડ રકમ ચોરીને લઈ ગયો. પીડિતે બીજી વાર ફરિયાદ કરી તો પણ પોલીસે કાર્યવાહી કરી નહીં. સાથે જ ખોટા કેસમાં ફસાવીને જેલમાં બંધ કરી દેવાની ધમકી આપી તગેડી મુક્યો, બાદમાં તેણે કોર્ટ જવાનું વિચાર્યું અને હવે તેના દ્વારા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *