National

રાહુલ ગાંધી ‘ભારત જાેડો યાત્રા’માં બન્યા શિવભક્ત, ઓમ્કારેશ્વરમાં દર્શન કર્યા

ખરગોન
રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રાનો મધ્ય પ્રદેશમાં ત્રીજાે દિવસ ખૂબ જ ખાસ રહ્યો છે. રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ઓંકારેશ્વર પહોંચ્યા હતા. અહીં તમામ નેતાઓએ ભગવાન શિવની પૂજા કરી હતી, સાથે જ મા નર્મદાની આરતી પણ ઉતારી હતી. આ દરમિયાન રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ ભારતીય વેશભૂષામાં દેખાયા હતા. આખી યાત્રામાં તેમણે ટીશર્ટ અને પેન્ટ પહેરીને ચાલતા રાહુલે કુર્તો પાયજામો પહેરેલા જાેવા મળ્યા. ઓંકારેશ્વરના બ્રહ્મપુરી ઘાટ પર પૂજારીઓએ તેમને તિલક લગાવીને ખાસ પાઘડી પહેરાવી અને બાદમાં રાહુલ-પ્રિયંકાને માળા પહેરાવી અને રક્ષા સૂત્ર પણ બાંધ્યું હતું. ઓંકારેશ્વર ૧૨ જ્યોતિર્લિંગમાંથી ચોથું જ્યોતિર્લિંગ છે. રાહુલ ગાંધીએ ગુરુવારે સાંજે ભગવાન ઓંકારેશ્વરના દર્શન કર્યા, રાહુલ ગાંધીને પૂજા કરાવનારા પુરોહિતે જણાવ્યું છે કે, વિધિ વિધાન અને મંત્રાચ્ચાર સાથે ભગવાન ઓંકારેશ્વરની પૂજા કરી છે. સ્વસ્તિવાચન પણ કર્યું છે. રાહુલ ગાંધીને ભગવાન ઓંકારેશ્વરનો ઈતિહાસ બતાવતા ૧૨ જ્યોતિર્લિંગું સાહિત્ય પણ ભેટ આપ્યું. આ દરમિયાન પીસીસી ચીફ કમલનાથ, પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રા પણ તેમની સાથે હતા. નર્મદાની આરતી અને ઓંકારેશ્વરના દર્શન બાદ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું, શિવ ત્યાગ છે અને તપ પણ, કરુણા પણ છે અને રુદ્ર પણ, અનાદી અને અનંત છે. આજે દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી એક ભગવાન ઓમ્કારેશ્વર મંદિરમાં આરધના અને સાથે માં નર્મદાની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હર હર નર્મદે, હર હર મહાદેવ.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *