National

લગ્ન કર્યા વગર જ ૧૦ યુવતીઓનો પતિ બનીને ફરતો હતો આ યુવક! શું આવું હોઈ શકે?!…

સીકર
કવિતા, સંગીતા, પૂજા અને પિન્કી…આ બધાના પતિનું નામ શું સંદીપ ગોદારા, કેવી રીતે બની શકે, આપ વિચારી રહ્યા હશો કે આવું કેમ થયું. પણ આ કોઈ ફિલ્મી કહાની નથી, પણ રાજસ્થાનના સીકરમાં એક વિવાહીત મહિલા સાથે દુષ્કર્મના કિસ્સામાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે, જ્યાં એક શખ્સ પર છોકરીઓ અને મહિલાઓને ફસાવવાનું એવું જુનૂન સવાર થયું હતું કે તેણે એક સાથે ૧૦થી વધારે છોકરીઓેને લગ્નની લાલચ આપી. આરોપીના ટાર્ગેટ પર ઘણી વાર છૂટાછેડાવાળી મહિલા તો, ઘણી વાર પૈસાવાળા ઘરની છોકરીઓને શિકાર બનાવતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, ૧૦થી વધારે છોકરીઓ અને મહિલાઓને પોતાની જાળમાં ફસાવીને રેપ અને લગ્નની લાલચ આપી છે. તો વળી પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરીને જયપુરના ટ્રાઈટન મોલમાંથી આરોપી સંદીપ ગોદારાની ધરપકડ કરી હતી, જે બાદ હવે સીકર પોલીસ આ મામલે પૂછપરછ કરી રહી છે. પોલીસ પુછપરછમાં આરોપીના કિસ્સા સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા હતા. તો વળી હવે અમુક મહિલાઓ સામે આવ્યા બાદ એક પછી એક ભાંડા ફુટતા પીડિતાઓએ ફરિયાદ નોંધાવાનું શરુ કર્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, સંદીપ છોકરીઓને ફસાવવા માટે એનજીઓ, સોશિયલ મીડિયા અને ખોટા વાયદાઓ આપતો હતો, સોશિયલ મીડિયા દ્વારા ટાર્ગેટને શોધી તે છોકરીઓને ફસાવતો હતો. ત્યાર બાદ તેમની સાથે શારીરિક સંબંધ બાંધી તેમને બ્લેકમેઈલ કરતો, મહિલાઓ સાથે લગ્નની ખોટી વાતો કહીને ફસાવતો હતો. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સંદીપ એવી છોકરીઓને ફસાવતો હતો, સંપર્કમાં હોય અને છુટાછેડા થયેલી હોય, સંદીપ કોઈને પણ ફસાવવા માટે હાઈ હેલોથી શરુઆત કરતો અને છોકરી જાે પૈસાવાળી હોય તો તેને પોતાની જાળમાં ફસાવતો.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *