National

લોરવાડાનું હિર ક્રિકેટમાં રાષ્ટ્રીયકક્ષાએ ઝળક્યું

થરા
શાળા કક્ષાએથી રમતાં રમતાં અંડર-૧૬ ગાંધીનગર જિલ્લા ટીમમાં ત્યારબાદ ૨૦૧૪-૧૫માં ટીમ ગુજરાત માટે અંડર-૨૩ મ્ષ્ઠષ્ઠૈ ટ્રોફી રમી હતી. ૨૦૧૬માં મુંબઇમાં ઇન્ડિયન નેવીનું સીલેકશન હતું. ત્યારે ઇન્ડિયન નેવીની ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ હતી. ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯માં સર્વિસીસ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ માટે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી-૨૦ રમ્યો હતો. ૨ માર્ચ-૨૦૧૯ ના રોજ સૈદ મુસ્તાક અલી ટ્રોફી ૨૦૧૮-૧૯માં સેવાઓ માટે ટ્‌વેન્ટી-૨૦માં પ્રવેશ કર્યો હતો. ભારતીય નેવીમાં જટ્ઠૈર્ઙ્મિ પોસ્ટ પર ફરજ બજાવતા અને બોલર બ્રેટ લી અને ઈરફાન પઠાણને આદર્શ ગણતા રણજીત દરજી ભારતનો શ્રેષ્ઠ બોલર બનવાની ઈચ્છા ધરાવે છે. તા.૨૭ ડિસેમ્બર-૨૦૨૧ના રોજ તેણે વિશાખાપટ્ટનમ (ચેન્નઈ) ખાતે રમાયેલી વાયજેગ સ્ટીલ પ્લાનેટ ્‌-૨૦ ટુર્નામેન્ટ (રણજી ટ્રોફી)માં બેસ્ટ બોલરની ટ્રોફી જીતી છે. રણજીતે ઉમેર્યું હતું કે સફળતામાં સૌથી મોટો હાથ માતા-પિતા અને ત્યાર બાદ કોચ દામોદર નાડકર્ણી, સમીર, મિશ્રા, ચેતન માંકડ અને ગાંધીનગરના સિનિયર ખિલાડીએ હંમેશા મદદ કરી હોવાનું જણાવ્યું હતું. મોટાભાઈ રવિ જે અમ્પાયર છે અને નાની બહેન પ્રિયંકા જે હેન્ડબોલ સ્ટેટ પ્લેયર રહી ચૂકી છે.’થરાદના લોરવાડા ગામના યુવકે તાજેતરમાં વિશાખાપટ્ટનમ (ચેન્નઈ) ખાતે રમાયેલી વાયજેગ સ્ટીલ પ્લાનેટ ્‌-૨૦ ટુર્નામેન્ટ (રણજી ટ્રોફી)માં બેસ્ટ બોલરની ટ્રોફી જીતી ગૌરવ વધાર્યું હતું. લોરવાડા ગામનો યુવા ખેલાડી રણજીતભાઈ વજરામભાઈ દરજી હાલ ગાંધીનગર રહે છે અને રણજી ટ્રોફીમાં ઇન્ડિયન નેવીની સર્વિસેસ તરફથી રમે છે. ભારતીય ક્રિકેટર રણજીત દરજીને ક્રિકેટ પ્રત્યે રસના કારણે ૨૦૧૦માં ૧૫ વર્ષની ઉંમરે પડોશી મિત્ર પરેશ ગોસ્વામીને રમતા જાેતાં એક દિવસે તેને લઈને સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ગાંધીનગર) ગયા હતા. ત્યારથી ક્રિકેટની શરૂઆત થઈ હતી.

Selection-of-3-players.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *