National

વડાપ્રધાન મોદી હૈદરાબાદમાં વિજય સંકલ્પ રેલીમાં સંબોધન આપ્યું

હૈદરાબાદ
પીએમ મોદી પોતાના સંબોધનમાં તેલગંગાણામાં ૨૦૨૩ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી બ્યૂગલ ફૂંકી શકે છે. પીએમ મોદી ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતીની બેઠકમાં સામેલ થવા શનિવારે અહીં પહોંચ્યા હતા. પીએમ મોદીએ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને પણ સંબોધિત કરી. પીએમના સંબોધનની સાથે જ આજે આ બેઠક સંપન્ન થઇ ગઇ. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત તેલુગૂમાં કરી. તેમણે કહ્યું કે તેલંગાણા પરાક્રમની પુણ્યસ્થળી છે. પીએમ મોદીએ કહ્યું કે આજ એવું લાગી રહ્યું છે કે જાણે તેલંગાણા પુરો સ્નેહ આ મેદાનમાં જ સમેટાઇ ગયો હોય. તેલગાંણાના અલગ-અલગ જિલ્લામાંથી તમે અહીં મોટી સંખ્યામાં આવ્યા છો. તમારા આ સ્નેહ માટે, આ આર્શિવાદ માટે હું અભિનંદન પાઠવું છું. તેલંગાણાની ધરતીને વંદન કરું છું. તેલંગાણાના લોકો પોતાની મહેનત માટે જાણિતા છે. રાજ્યના લોકોમાં ખૂબ જ પ્રતિભા છે. તેલંગાણા પોતાના ઇતિહાસ અને સંસ્કૃતિ માટે જાણિતું છે, તેની કલા અને વાસ્તુકલા આપણા બધા માટે ગર્વનો વિષય છે. પીએમ મોદીએ કહ્યું કે જે પ્રકારે હૈદરાબાદ શહેર દરેક ટેલેન્ટની આશાઓને નવી ઉડાન આપે છે. એજ રીતે ભાજપ પણ દેશની આશાઓ-અપેક્ષાઓને પુરી કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે. તેલંગાણાના લોકો આખી દુનિયામાં આકરી મહેનત અને દેશના વિકાસના પ્રત્યે સમર્પણ માટે પ્રચલિત છે. તેલંગાણામાં કલા, કૌશલ, કર્મઠતા ભરપૂર છે. તેલંગાણા, પ્રાચીનતા અને પરાક્રમની પુણ્યસ્થળી છે. તેલંગાણા વિકાસ, ચોતરફ વિકાસ, ભારતીય જનતા પાર્ટીની પહેલી પ્રાથમિકતાઓમાંથી એક છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસના મંત્ર પર ચાલતા અમે તેલંગાનાના વિકાસનો નિરંતર પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ગત ૮ વર્ષોમાં અમે દરેક ભારતીયના જીવનમાં સકારાત્મકા પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો છે. દેશવાસીઓનું જીવન કેવી રીતે સરળ થાય, વિકાસના લાભ કેવી રીતે દરેક વ્યક્તિ, દરેક ક્ષેત્ર સુધી પહોંચે તેના માટે અમે નિરંતન કામ કર્યું છે. જે વંચિત, શોષિત રહ્યા તેમને પણ રાષ્ટ્રીય યોજનાઓના માધ્યમથી અમે વિકાસમાં ભાગીદાર બનાવ્યા છે. એટલા માટે ગરીબ, દલિત, વંચિત, પછાત, આદિવાસી તમાને આજે લાગે છે કે ભાજપ સરકાર તેમની જરૂરિયાતો અને આકાંક્ષાઓ બંને પૂરી કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કી દેશની મહિલાઓને પણ આજે મહેસૂસ થાય છે કે તેમનું જીવન સરળ થયું છે, તેમની સુવિધાઓ વધી છે. હવે તે રાષ્ટ્રના વિકાસમાં વધુ યોગદાન આપી શકે છે. તેલંગાણાના ગરેબોને મફત રાશન હોય, ગરીબોને મફત સારવાર હોય, ભાજપ સરકારને નીતિઓનો લાભ તમામને ભેદભાવ વિના મળ્યો છે. આ તો સબકા સાથ સબકા વિકાસ છે. એટલા માટે આજે દેશના સામાન્ય નાગરિકનો ભાજપ પર આટલો વિશ્વાસ છે. અન્ય રાજ્યોમાં પણ, અમે જાેયું છે કે ભાજપની ડબલ એન્જીન સરકારે લોકોમાં વિશ્વાસ વધાર્યો છે. તેલંગણામાં પણ ભાજપની ડબલ એન્જીનવાળી સરકારનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તમારો આ ઉત્સાહ, તમારો આ પ્રેમ આજે દેશને ખબર પડી રહ્યો છે. ૨૦૧૯ ની ચૂંટણીમાં ભાજપે જેટલું જનસમર્થન તેલંગાણામાં પ્રાપ્ત કર્યું હતું, તેમાં નિરંતર વૃદ્ધિ થઇ રહી છે. ભાજપે જેટલું જનસમર્થન તેલંગાણામાં પ્રાપ્ત કર્યું હતું. તેમાં નિરંતર વધારો થઇ રહ્યો છે. ગ્રેટર હૈદરાબાદની ચૂંટણીમાં તેમની વધુ ઝલક અમને જાેવા મળી, જ્યારે ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી. હૈદરાબાદમાં ભાજપની રેલી શરૂ થઇ ગઇ છે. પીએમ મોદી પણ આ રેલીમાં પહોંચી ગયા છે. આ રેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક ખતમ થયા બાદ આયોજિત કરવામાં આવી છે. આ રેલીને ‘વિજય સંકલ્પ સભા’ નામ આપવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી આ વિજય સંકલ્પ સભાને સંબોધિત કરી રહ્યા છે.

file-01-page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *