National

સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસની ‘ભારત-જાેડો-યાત્રા’ને ‘કોંગ્રેસ-શોધો-યાત્રા’ ગણાવી

સિદ્ધપુર
ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હાલમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ને લઈને ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. સિદ્ધપુરમાં પોતાના રોડ શો દરમિયાન એક ટીવી ચેનલ સાથે વાત કરતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અને ભારત જાેડો યાત્રા તથા રાહુલ ગાંધ પર ટાર્ગેટ કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસની ભારત જાેડો યાત્રાને એક નવું નામ આપ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ભારત તૂટ્યું જ નથી, તો જાેડવાની વાત ક્યાંથી આવી, ભારત જાેડો યાત્રા હકીકતમાં કોંગ્રેસ શોધો યાત્રા છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, કોંગ્રેસ શોધો યાત્રાને તેમણે ૮ ડિસેમ્બર બાદ ગુજરાત અને હિમાચલ પ્રદેશ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ શરુ કરવી જાેઈએ. તેમણે કહ્યું કે, આપે જાેયું હશે કે, ચૂંટણીમાં ગાંધી પરિવાર ગાયબ હતો. આ અગાઉ પણ સ્મૃતિ ઈરાની કોંગ્રેસની ભારત જાેડો યાત્રાની મજાક બનાવી ચુક્યા છે. રાહુલની મજાક ઉડાવતા ઈરાનીએ કહ્યું હતું કે, કોંગ્રેસ નેતા ભરત સોલંકી રાહુલ ગાંધીનું ભાષણ સહન કરી શક્યા નહીં એટલા માટે તેમને અનુવાદ બંધ કરી દીધું અને માઈક છોડી દીધું હતું. તે સમયે પણ ઈરાનીએ રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રાને પાખંડ કહ્યું હતું.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *