ઇસ્લામાબાદ
ગત કેટલાક દિવસોમાં પાકિસ્તાનને અડીને આવેલા જમ્મૂ અને પંજાબની સીમામાં આતંકવાદીની ઘૂસણખોરીને રોકવા માટે સીમા પાર આતંકવાદીઓના માસ્ટરમાઇન્ડ ટનલનો ઉપયોગ કરી રહ્યા છે. ગુરૂવારે દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓ સાથે એક મોટી બેઠકમાં પાકિસ્તાનને અડીને આવેલી સીમામાંથી ઘૂસણખોરીને રોકવાની સાથે સાથે ડ્રગ ટ્રાફિકીંગ પર લગાવ લગાવવા માટે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ પર બેઠક કરવામાં આવી. આ બેઠકનો હેતુ દુનિયાભરમાં હાજર ્ેહહીઙ્મ ડ્ઢટ્ઠીષ્ઠંર્ૈહ જીઅજંીદ્બ ની હાલની સ્થિતિ અને તેના સંબંધિત બેસ્ટ ટેક્નોલોજીના ઉપયોગ પર ચર્ચા કરવામાં આવી. ગત થોડા દિવસોમાં જમ્મૂને અડીને પાકિસ્તાન બોર્ડર પર એવી ઘણી ટનલ બીએસએફને મળી આવી છે જેનો ઉપયોગ કરીને આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી. એટલું જ નહી આ ટનલની ઓળખ કરવી એકદમ મુશ્કેલ હોય છે કારણ કે અત્યાર સુધી દેશની પાસે એવી કોઇ અસરકારક ટેક્નોલોજી હાજર નથી. જેથી ખબર પડી શકે કે કઇ જગ્યાએ ટનલ હાજર છે અને એવામાં સરકાર એવા પ્રયત્ન કરી રહી છે કે દુનિયા જે દેશોની પાસે તેની ટેક્નોલોજી છે તે ખરીદી દેશની સીમાઓ પર તેને લગાવવામાં આવે. એટલું જ નહી સીમા પાર બેઠેલા આતંકવાદીઓના આકા સતત ડ્રોન દ્રારા પણ દેશના વિસ્તારોમાં હથિયારોની સાથે સાથે ડ્રગની સપ્લાય કરી રહ્યા છે એવામાં એન્ટ્રી ડ્રોન સિસ્ટમને પણ સીમા પર મોટી સંખ્યામાં લગાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ સાથે બેઠકમાં કેન્દ્ર સરકાર તેની સાથે જાેડાયેલા મહત્વપૂર્ણ મંતવ્યોને એકઠા કરી એવી ટેક્નોલોજી ખરીદવા પર લીલીઝંડી આપશે. પાકિસ્તાનને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય સીમા દ્રારા આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયત્નો નિષ્ફળ કરવા માટે કેન્દ્ર સરકાર કમર કસી રહી છે. આતંકવાદીઓનો દરેક પ્રયત્ન નિષ્ફળ કરવા માટે કેન્દ્ર સરકારે મોર્ડન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો ર્નિણય કર્યો છે. જેમાં ેંછફ, એન્ટી ડ્રોન ટેક્નોલોજીની સાથે સાથે જમીનની નીચે બનેલી ટનલને શોધી કાઢવા માટે ્ેહહીઙ્મ ડ્ઢટ્ઠીષ્ઠંર્ૈહ જીઅજંીદ્બ ની મદદ લેવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
